Gujarat

ભાવનગર- માં મોગલ ની મહિમા. માં મોગલે મહિલા ને આશીર્વાદ માં દીકરાને આપ્યો.

Spread the love

ભાવનગર મા આવેલું માં મોગલ નું ધામ ભગુડા લોકો ની શ્રદ્ધા નું એક કેન્દ્ર છે. લોકો ત્યાં ખુબ જ શ્રદ્ધા સાથે આવે છે અને લોકો ભક્તિભાવ થી જે માનતા મને છે તે માં મોગલ પુરી પણ કરે છે. ભગુડા ગામ એવું છે કે જ્યાં ગામમાં રાત્રે પણ લોકો ઘર અને દુકાનો ના દરવાજા ખુલ્લા રાખીને સુવે છે છતાં પણ ત્યાં કોઈ કોઈ ચોર ની ચોરી કરવાની હિમ્મત થતી નથી. મોગલ ધામ ભગુડા માં આખા ગુજરાત માંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.

અત્યારે માં મોગલ ની માહીમાં નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બહેન તેમના દીકરા ને લઈને માનતા પુરી કરવા માટે આવે છે તે દરમિયાન તેને માતા ની મહિમા ની વાત કહી. એક બહેન ને લગ્ન ના 10 વર્ષ થવા છતાં ઘરે બાળક નો જન્મ થતો નથી, તે બહેને માં મોગલ પાસે માનતા માની હતી. લગ્ન ના 10 વર્ષ બાદ તે બહેન ને દીકરો જન્મે છે.

દીકરા નો જન્મ થતા જ તે બહેન તેના દીકરા ને લઈને ભગુડા મોગલ ને ત્યાં આવે છે. મંદિર ના મણિધર બાપુ ને બધી વાત કરે છે. તે દરમિયાન મહિલા તે બાપુ પાસે રડવા લાગે છે. મણિધર બાપુ કહે છે કે આ બધું માતા ના આશીર્વાદ છે કે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો. મહિલા કહે છે કે તેને સંતાન પ્રાપ્તિ માટે કેટલીય દવાઓ કરી છતાં પણ કઈ ન થતા અંતે માં મોગલ ના પાસે આવીને માતા પાસે પ્રાર્થના કરે છે. અને માતા તેની પ્રાર્થના સાંભળીને તેના ઘરે દીકરો આપે છે.

મહિલા તેના દીકરાને માતા ના આશીર્વાદ લેવડાવે છે. બાદ માં મણિધર બાપુ તે દીકરાને ખોળા માં લઇ ને આશીર્વાદ આપે છે. બધા મા ના આશીર્વાદ લે છે. આમ માતા ના આશીર્વાદ લેવા લોકો ની ખુબ જ ભીડ રહેતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *