ગાંધીનગર- MBBS ની વિદ્યાર્થિનીએ હોસ્ટેલ ધાબા પર થી નીચે પડી જીવન ટૂંકાવી લીધું. જાણો વધુ વિગતે.
વિદ્યાર્થીઓ મા આત્મહત્યા ના બનાવો ખુબ જ બનતા જોવા મળે છે. વિદ્યાર્થીઓ નું આત્મહત્યા નું મુખ્ય કારણ તો પરીક્ષા જ હોય છે. પરીક્ષા માં સારો દેખાવ ન કરી શકવાને કારણે અંતે તે આત્મહત્યા કરી લેતા જોવા મળે છે. આવી જ એક ઘટના ગાંધીનગર ની સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીની એ પેપર ના ડિપ્રેસન માં આવીને અંતે આત્મહત્યા કરી બેઠે છે.
ગાંધીનગર GMERS મેડિકલ કોલેજ માં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય આસ્થા પંચાસર નામની યુવતીએ હોસ્ટેલના ધાબા પરથી નીચે પડીને આત્મહત્યા કરી લીધી છે. વધુ તાપસ માં જાણવા મળ્યું કે, આસ્થા સંજયભાઈ પંચાસર મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.પણ તે હાલમાં બીજા વર્ષની તેની રિપીટરની પરીક્ષા આપી રહી હતી. તે મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર 902 માં રહેતી હતી. અને તે હોસ્ટેલ ના ધાબા પરથી જ કૂદીને તેને આત્મહત્યા કરી લીધી હતી.
14મી એપ્રિલે જન્મદિવસ હતો. તેના માતા-પિતા સાથે દુબઈમાં રહે છે. આસ્થા ધોરણ 1થી 10 સુધી દુબઈમાં ભણી હતી. તેને ધોરણ 12 પછી એનઆરઆઈ ક્વોટામાં ગાંધીનગર એમબીબીએસમાં એડમિશન લીધું હતું. ગાંધીનગર સેક્ટર-5 બી માં તેના દાદા વસંતભાઈ અને કાકા-કાકી રહે છે. તેને એક દસ વર્ષનો ભાઈ પણ છે, જે તેનાં માતા-પિતા સાથે દુબઈમાં રહે છે. આસ્થા એ આ પગલું ભર્યા બાદ તેની જાણ તેના દાદા અને કાકા ને કરવામાં આવી હતી.
પોલીસ તાપસ મા જાણવા મળ્યું કે આસ્થા ના રૂમ માંથી અંગ્રેજી માં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. જે તેને તેના માતા-પિતા ને સંબોધીને લખેલી છે. જેમાં તેને લખ્યું હતું કે મમ્મી-પપ્પા, સોરી, ભણવાના લીધે પગલું ભરું છું. હું જાઉં છું. તેને એટીકેટી ની પરીક્ષા નું પેપર આપ્યું હોય અને તે ખરાબ ગયું હોવાથી તેને આ પગલું ભર્યું હતું. જયારે તે પેપર દઈ ને રૂમે ગઈ બાદ માં તેને તેના દાદા વસંતભાઈ સાથે વાત કરી હતી જે દરમિયાન તેનું પેપર ખરાબ જતા તે રડવા લાગી હતી. પોલીસે આ બાબતે વધુ તાપસ હાથ ધરી છે અને લાશ ને હોસ્પિટલે ખસેડવામાં આવી છે.