લીંબુ બન્યા મોત નું કારણ. એક જ પરિવાર ના સભ્યો એ કરી નાખી વહુ ની હત્યા.જાણો વધુ વિગતે.

અત્યારે લીંબુ ના ભાવ એટલા બધા વધી ગયા છે કે લીંબુ ના ભાવ સાંભળીને લોકો ને ચક્કર આવી જાય છે. બજાર મા લીંબુ ના ભાવ માં ધરખમ વધારો જોવા મળ્યો છે. લીંબુ ના ભાવ એટલા બધા વધી ગયા છે કે લોકો તેની વાડી માંથી લીંબુ કોઈ ન લઇ જાય તે માટે કેમેરા માં નજર રાખે છે. અત્યારે એક હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તમને પણ આશ્ચર્ય થશે કે લીંબુ માટે કોઈ વ્યક્તિ નું ખૂન પણ થઈ જાય ?

એક ઘટના સામે આવી છે જેમાં લીંબુ તોડવા બાબતે ઘર માં રહેતી એક નાની વહુ ની હત્યા કરી નાખવામાં આવી છે. ઘટના માં સાસુ એ વહુ ની હત્યા કરી નાખી છે જેમાં લીંબુ તોડવા બાબતે સાસુ વહુ વચ્ચે ઝગડો થયો હતો તે દરમિયાન મા પુત્રવધુ એ આ વાત નો વિરોધ કરુયો હતો જેમાં પુત્રવધૂએ ની સાસુ, નણંદ રીભા કુમારી અને જેઠ-જેઠાણી સાથે મળીને તેને બેરહેમીથી માર માર્યો હતો. અને તેને મોત ને ઘાટ ઉતારી દીધી હતી.

પહેલા તે લોકો દ્વારા વહુ ને ખુબ જ માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગળા પર દોરડું બાંધી ને મૃત્યુ નિપજાવ્યું હતું. આ ઘટના છૌડાદનો પોલીસ સ્ટેશન વિસ્તારના ચેનપુર ગામમાં બની હતી. ઘટના બાદ ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને ગામમાં ભારે ચકચાર થવા પામી હતી. ઘટના બાદ પોલોસ દ્વારા લાશ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઘટના બાદ મારનાર વ્યક્તિ કાજલ ની માતા પ્રભાવતી દ્વારા તેની દીકરી ની બેરહેમીથી હત્યા કરવા બદલ તેની સાસું, તેની નણંદ, તેના જેઠ અને જેઠાણી પર ખૂન કરી નાખવાબાબતે આરોપ લગાવવામાં આવ્યા હતા અને તે લોકો વિરૃદ્ધ અરજી કરી હતી. આ સમગ્ર ઘટના બાદ મારનાર વહુ ની સાસુ નું કહેવું છે કે આ હત્યા લીંબુ માટે કરવામાં આવેલી નથી. તેની સાસુ તિરૂપતિ દેવી એ જણાવ્યું કે તેની પુત્રી અને તેની વહુ રસોઈ બનાવતી હતી તે દરમિયાન બનેં વચ્ચે ઝગડો થયો હતો. અને બાદ માં તે ને શાંત પાડીને તે જયારે બજાર માંથી પાછા આવ્યા ત્યારે તેની વહુ ને ફાંસી એ લટકતી જોઈ હતી. આ રીતે તેને પૉતાનૉ બચાઉં કર્યો હતો. ઘટના બાદ સાસુ અને નણંદ ની ધરપકડ થઇ છે અને તેના જેઠ અને જેઠાણી હજુ સુધી ફરાર છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.