India

આઈ-એ-એસ પતિ અને તેના પરિવાર દ્વારા IRS પત્ની પાસે કરાયેલી દહેજ ની માંગણી.

Spread the love

ભારત માં આજે પણ કેટલાક વિસ્તારો ગામોમાં દહેજ ના કિસ્સાઓ સામે આવતા જ હોય છે. અને તેમાં મોટી મોટી દહેજ ની માંગણીઓ થતી હોય છે ક્યારેક દીકરીનો પરિવાર દહેજ આપવામાં સક્ષમ નો હોય તો તેના પતિ કે તેના સાસરિયાઓ દ્વારા દહેજ બાબતે ત્રાસ આપવામાં આવતો હોય છે. ક્યારેક તો દહેજ બાબતે કન્યા ને એટલી બધી હેરાન કરવામાં આવતી હોય છે કે તે આત્મહત્યા કરી બેસે છે.

દહેજ બાબતે અભણ પરિવાર જો આવી માંગણી કરે તો વાત સમજાય. પણ રાજસ્થાન માં જન્મેલા અને હાલમાં મધ્યપ્રદેશ માં આઈએએસ ની ફરજ બજાવતા વ્યક્તિ અને તેના પરિવાર દ્વારા તેની પત્ની ને દહેજ બાબતે હેરાન કરતા હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે. મધ્ય પ્રદેશ કેડરના IAS ઓફિસર મોહિત બુન્દાસ વિરુદ્ધ તેમની પત્નીએ ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડન અને મારપીટની ફરિયાદ નોંધાવી છે. મોહિત બુંદાસ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. તે માત્ર 21 વર્ષ ની વયે જ આઇપીએસ બન્યો હતો. મોહિત ના પિતા નું અવસાન મોહિત જયારે 10 વર્ષ નો હતો ત્યારે થયું હતું. અને તેના મોટા ભાઈ નુ અકસ્માત માં અવસાન થયું હતું. બાદ માં તેની માતા નું સાપનું હતું કે મોહિત આઇએસેસ બને.

18 ડિસેમ્બર 2006 થી 24 ઓગસ્ટ 2011 સુધી ઝારખંડ કેડરમાં IPS મા ફરજ બજાવી હતી ત્યારબાદ 2011માં તેની પસંદગી IAS માટે થઈ હતી. અને અત્યારે તે IAS મોહિત હાલમાં વન વિભાગના ડેપ્યુટી સેક્રેટરી પણ છે અને તેઓ ભોપાલમાં એડીએમ પણ રહી ચૂક્યા છે. મોહિતના લગ્ન 2012માં થયા હતા અને તેને એક બાળક પણ છે. મોહિત ની પત્ની પણ ભારતીય રેવન્યુ સર્વિસ (IRS) અધિકારી છે અને તે ભોપાલમાં પોસ્ટેડ છે લગ્ન નાં થોડાં સમય બાદ તેની પત્ની ને દહેજ બાબતે તેના પરિવાર દ્વારા અને મોહિત દ્વારા વારંવાર ટોર્ચર કરવાનું શરુ થી ગયું હતું.

તેની પત્ની નું કહેવું છે કે પતિની બે બહેનો છે તે પણ તેને વારંવાર ટોણા મારે છે અને તેના સાસુ પણ દીકરીઓ અને દીકરાઓને સાથ આપે છે. મોહિત ની પત્ની જણાવે છે કે તે મોહિત થી બે મહિના થી અલગ રહે છે અને થોડા સમય પહેલા એક લગ્ન માં જયપુર હાજરી આપવા ગઈ હતી ત્યારે પણ તેની નણંદો દ્વારા તેની સાથે જગાડો કરવાંમાં આવ્યો હતો. તેનો પતિ તેની ઓફિસે જઈને તેની સાથે ઝગડો કરે છે. તેવું તેને પોલીસ ને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *