રસ્તા પર સુઈ રહેલા ભિક્ષુક પરિવાર ની માથે ટ્રક ચડી જતા બાળક નું થયું મોત, માતા ને પગે ઇજા…જાણો ક્યાં બની ઘટના.

ગુજરાત મા કેશોદ થી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક ભિક્ષુક પરિવાર ને અકસ્માત નો સામનો કરવો પડ્યો છે. કેશોદ માં મકસુદ ચોક ખાતે એક ભિક્ષુક પરિવાર સૂતો હતો. પરિવાર માં માતા-પિતા અને તેમના ચાર બાળકો રસ્તા પર સુઈ રહ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે એક ટ્રક ડ્રાયવર પોતાંનો ટ્રક રિવર્સ માં લેતો હતો.

રિવર્સ લેતા સમયે ભિક્ષુક પરિવાર ની માથે ટ્રક ચડી ગયો. અને જેમાં પરિવાર ના એક બાળક નું માથું ટ્રક નીચે આવી ગયું અને માતા નો પગ ટ્રક નીચે આવી ગયો હતો. અકસ્માત માં પિતા અને ત્રણ બાળકો નો આબાદ બચાવ થયો હતો. બાળક ને ગંભીર હાલત માં આસપાસ ના લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ બાળક નું મોત થઇ ગયું અને માતા ને પગે ઈજાઓ થતા તેની સારવાર ચાલી રહી છે. જાણવા મળ્યું કે, આ ભિક્ષુક પરિવાર ભાવનગર જિલ્લાનો હતો. આ ઘટના બાદ લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા પરિવાર ને ભાવનગર આવવા માટે વ્યવસ્થાઓ કરી આપવામાં આવી હતી. જે ટ્રક વડે આ અકસ્માત થયો તે ટ્રક નો નંબર છે. જીજે 02 ટી 6970.

અકસ્માત બાદ ટ્રક ડ્રાયવર ફરાર થઇ ચુક્યો હતો. પોલીસે આ બાબતે આગળની કાર્યવાહીઓ હાથ ધરી હતી. ભાવનગર થી આ પરિવાર ભિક્ષા માટે કેશોદ આવ્યો હતો. પરંતુ, પરિવાર ના માથે મહામુસીબતે આવી પડી હતી. લોકો ના માથે આવી અણધારી મુસીબતો આવી ચડે છે. પરિવાર પોતાનું માંડમાંડ ગુજરાન ચલાવતો હોય એવામાં આવી દુઃખદ ઘટના થઇ જતા હેરાન થતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.