આગ ઉગલતી ગરમી માં ગુજરાત વાસીઓ માટે આવ્યા સારા સમાચાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે…
ગુજરાત માં ગરમી નો પારો 40-ડિગ્રી ને આસપાસ નોંધાય છે. લોકો ગરમી થી બેહાલ થઇ ચુક્યા છે. આવી કાળઝાળ ગરમી માં લોકો નું ઘર ની બહાર નીકળવું મુશ્કિલ થઇ ગયું છે. માનવી થી માંડી ને પશુ,પક્ષી તમામ ગરમી નો ભોગ બની રહ્યા છે. ગરમી થી બચવા ઠંડા પીણાનો સહારો લોકો લેતા હોય છે. એકબાજુ ખેડૂતો નો પાક બળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ ના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે.
ગુજરાત વાસીઓ ને હવે જાજો સમય ગરમી સહન કરવી નહિ પડે. હવામાન વિભાગ ના નિષ્ણાતો ના જણાવ્યા મુજબ હવે આવતા અઠવાડિયા માં વરસાદ ની એન્ટ્રી ગુજરાત માં થવા જય રહી છે. હવામાન ના નિષ્ણાંત અંબાલાલ પટેલ ના જણવ્યા મુજબ, આગામી 8-9 તારીખ આજુબાજુ ગુજરાત ના ઘણા બધા વિસ્તારો માં હળવો વરસાદ વરસી શકે છે. જેનાથી લોકો ને ગરમી થી આંશિક રાહત મળશે.
વરસાદ ના આગમન થી જ ગુજરાત માં બે-ત્રણ ડિગ્રી તાપમાન માં ઘટાડો નોંધાય શકે છે. આવતા અઠવાડિયા માં ગુજરાત માં વાદળ છાયું વાતાવરણ જોવા મળશે. અને ત્યારબાદ 15-જૂન થી તો ગુજરાત માં વરસાદ ની સીઝન શરુ થવાની સંભાવનાઓ છે. આવતા અઠવાડિયા માં દક્ષિણ ગુજરાત ના વિસ્તારો જેવા કે, વલસાડ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લા ગીર સોમનાથ અને અમરેલી માં વરસાદ ની સંભાવનાઓ છે.
અંબાલાલ પટેલ ના કહેવા મુજબ આગામી દિવસો મા ગુજરાત માં વરસાદ જરૂર થી આવશો.ગુજરાત ના લોકો હાલ તો ગરમી થી ત્રાહિમામ થઇ ચુક્યા છે. ખેડૂતો માટે જો સારો વરસાદ પડે તો ખેડૂતો ને પાકો માં ખુબ જ ફાયદો થતો હોય છે. ખેડૂતો પણ ચોમાસુ પાકો નું વાવેતર સારી રીતે કરી શકે છે. ગુજરાત માં આ વર્ષે ચોમાસુ મધ્યમ રહે તેવી સંભાવનાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.