કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ની પ્રેમ કહાની ફિલ્મ ને ટક્કર મારે એવી છે. 12-વર્ષ સુધી ચાલેલ પ્રેમ કહાની, જાણો અનસુની કહાની.
25 ડિસેમ્બર 1963 ના રોજ કાનપુરના મધ્યમ વર્ગમાં જન્મેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ મૃત્યુના સમાચારથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સાથે રાજુ શ્રીવાસ્તવના ઘણા બધા ચાહકો દુઃખના દરિયામાં ગરકાવ થઈ ચૂક્યા છે. 40 દિવસ થી પણ વધુ દિવસો સારવાર હેઠળ વિતાવ્યા બાદ રાજુ શ્રીવાસ્તવનું દુઃખદ અવસાન થયું છે. 10 ઓગસ્ટના રોજ તેને દિલ્હી એમ્સમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા. કે જ્યારે તેનું જિમ વર્ક આઉટ કરતા સમય હાર્ટ એટેક આવ્યું હતું.
પરંતુ 40 દિવસથી પણ વધુ સમય સારવાર હેઠળ રહ્યા અને અંતે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસલીધા હતા. રાજુ શ્રીવાસ્તવના જીવન વિશે વાત કરવામાં આવે તો, આ રાજુ શ્રીવાસ્તવની પત્નીનું નામ શિખા છે. અને તેમના બંનેના લગ્ન લખનઉ માં થયા હતા. દંપતીને દીકરી અંતરા અને દીકરો આયુષ્યમાન છે. દીકરો અભ્યાસ કરે છે અને સાથોસાથ સિતારવાદક પણ છે. લગ્ન જીવન વિશે વાત કરવામાં આવે તો રાજુને તેના ભાઈના લગ્ન સમયે તેની પત્ની શિખાની સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો.
જાણવા મળ્યું કે રાજુની પત્ની શિખા રાજુના ભાભીના કાકા ની દીકરી છે કે જે ઇટાવામાં રહેતી હતી. રાજુને પહેલી નજરે જોતા જ શિખા સાથે પ્રેમ થતા તેણે શિખા સાથે લગ્ન કરવા માટે ઘણો સમય સુધી રાહ જોઈ પડી હતી. અને બાર વર્ષ પછી શિખા સાથે લગ્ન થયા હતા. તેની વાત કરીએ તો રાજુ એ શીખ ના પરિવારને મનાવવા માટે શક્ય એટલી બધી કોશિશ કરી હતી. તે શિખાને લગ્ન પહેલા ઘણીવાર પત્ર દ્વારા વાતો કરતા હતા. પરંતુ તેને પત્રમાં ક્યારેય પણ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી.
પરંતુ અંતે બાર વર્ષના મોટા ગાળા પછી બંનેના પરિવારની સહમતિ સાથે વર્ષ 1993 માં લગ્ન થયા હતા. રાજુ અને તેની પત્ની શિખાએ નચ બલિએ માં પણ ભાગ લીધો હતો. રાજુ શ્રીવાસ્તવ એ અનેક નાના મોટા મુવીમાં કામ કરેલું છે. સાથે સાથે તે ભાજપના એક કાર્યકર તરીકે પણ કામ કરતા હતા. એટલે કે અભિનેતાની સાથે લોકો ની સેવામાં પણ અનેક તેનું યોગદાન આપેલું છે. ઉપરાંત તેના ગરીબોની મદદ કરવા માટે અનેક ચેરીટીમાં જઈને શો કરેલા છે. એક ઇન્ટરવ્યૂમાં તેના કહ્યું હતું કે તેની પહેલી સેલેરી રૂપિયા 50 હતી. અને તેઓ અમિતાભ બચ્ચનની સારી એવી મિમિક્રી કરીને પૈસા કમાતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!