ગમખ્વાર અકસ્માત માં દંપતી મોત ને ભેટ્યા ! કાર માં પરિવાર નાથદ્વારા શ્રીનાથજી દર્શને…જાણો વિગતે.
ગુજરાત માં અકસ્માત ના કિસ્સાઓ રોજબરોજ આવવા એક સામાન્ય વાત થઇ ગઈ છે. રોજેરોજ રસ્તા માં કોઈ ને કોઈ અકસ્માત ની ઘટના ઘટતી જ હોય છે. અને લોકો મોત ને ભેટતા હોય છે. ફરી એક વાર એવી અકસ્માત ની ઘટના સામેં આવી છે. જેમાં એક પરિવાર નાથદ્વારા શ્રીનાથજી ના દર્શને જતો હતો. ત્યારે અકસ્માત થતા પરિવાર ના દંપતી ના મોત નિપજ્યા હતા. દંપતી ભગવાન ના દર્શન કરવા સુધી પહોંચી ના શક્યા.
ઘટના કંઈક એવી બની કે, વહેલી સવારે ચાર વાગે મહેસાણા જિલ્લા ના ખેરાલુ તાલુકા ના કાદરપુર ગામ પાસે એક અર્ટિગા કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળ્યું કે, અર્ટિગા કાર માં સવાર પરિવાર નાથદ્વારા શ્રીનાથજી દર્શને જતા હતા. ત્યારે વહેલી સવારે અચાનક સામે થી એક ડમ્પર આવ્યું અને કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અથડામણ થતા કાર માં સવાર દિનેશભાઇ ખૂંટ અને તેના પત્ની શોભનાબહેન ખૂંટ નું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું.
કાર માં સવાર અન્ય 6-લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે કાર માં સવાર ઇજાગ્રસ્તો ને બહાર નીકળવા માટે દરવાજા તોડવા પડ્યા હતા. પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે, આ પરિવાર કદાચ દક્ષિણ ગુજરાત નો હતો. અર્ટિગા કાર ના તો ભુક્કો બોલી ગયો હતો. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!