Gujarat

ગરીબો ના દાતાર એવા ખજુરભાઈ દરરોજ ગરીબો ની સેવામાં એટલા બધા રૂપિયા ખર્ચે છે કે જાણી ને કહેશે, વાહ ખજુરભાઈ !

Spread the love

ગુજરાત માં ગરીબો ના દાતાર એવા ખજુરભાઈ. ખજુરભાઈ નું સાચું નામ નીતિનભાઈ જાની છે તે સૌ કોઈ જાણે છે. ખજૂરભાઈ ગરીબો ની સેવામાં પોતાનું જબરું યોગદાન આપે છે તે પણ બધા જાણે છે. પરંતુ, શું લોકો ને ખ્યાલ છે કે ખજુરભાઈ આખા દિવસ માં કેટલા રૂપિયા નું દાન કરી નાખે છે? ખજુરભાઈ જેટલા રૂપિયા ગરીબો ની મદદ માટે વાપરે છે તેનો એક દિવસ નો હિસાબ જાણી ને આંચકો લાગશે.

ખજુરભાઈ આખા ગુજરાત માં ગામડે ગામડે જય ને જે લોકો ના ઘર નથી તે લોકો ના ઘર બનાવી આપે છે. અને જે ગામ માં પીવાનું પાણી નથી તેવા ગામોમાં પીવાના પાણી ની સમસ્યા હલ કરી આપે છે. જે લોકો ને તે રસ્તા પર સાવ નિરાધાર જોવે તેની મદદે ખજુરભાઈ ઉભા રહી જાય છે. ખજુરભાઈ એ છેલ્લા વર્ષ માં 200 ઘર બનાવીને લોકો ને આશરો કરી દીધો છે.

આ એક ઘર બનાવવા માટે ખજુરભાઈ ને લગભગ 50 હજાર થી પણ ઉપર રૂપિયા જોવે છે. ખજુરભાઈ દિવસ ના લગભગ 50 હજાર રૂપિયા જેટલું દાન કરી નાખે છે. ખજુરભાઈ એ જ જણાવ્યું હતું કે, તે તેની આવક ના 75 ટકા ગરીબો ની પાછળ ખર્ચ કરશે. અને આજે તે કરે પણ છે. ખજુરભાઈ ને મેન આવક તેની યુટ્યુબ ચેનલ માં કોમેડી વિડીયો મુકી ને થાય છે.

અને તેની અવાક ના 75 ટકા દાન માં આપે છે. ખજુરભાઈ ના કોમેડી વિડીયો લોકો ને ખુબ જ પસંદ પડતા હોય છે. અને લોકો વિડીયો જોઈ ને હસી હસી ને બેવડા વળી જતા હોય છે. કોઈ સાવ ગરીબ હોય કે જેને ઘર માં જમવાની પણ વ્યવસ્થા ના થઇ શકતી હોય તો તેવા લોકો રેસાન ની પણ વ્યવસ્થા કરી આપે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *