Gujarat

વિરાટ કોહલી એ પુષ્પા મુવી ના સોન્ગ્સ ઓ-ઓ-અંતવા પર એવું ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું કે લોકો જોતા જ રહી ગયા. જુઓ વિડીયો.

Spread the love

ભારત ના ક્રિકેટરો વાત કરી એ તો ક્રિકેટ ની સાથે સાથે તે લોકો સોશિયલ મીડિયા પર ખાસ એવા છવાયેલા રહે છે. ક્રિકેટરો ના લગ્ન હોય કે પછી ક્યારેક વિદેશ પ્રવાસ પર હોય તે લોકો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે અને તેના ફોટો સેર કરતા હોય છે. હાલતો ભારત માં આઇપીએલ ની સીઝન ચાલતી હોય ભારત ના દરેક લોકો આઇપીએલ ની મોજ લઇ રહ્યા છે. એમાં પણ આ વર્ષે ભારત માં જ આઇપીએલ નું આયોજન થયું હોય લોકો ને સ્ટેડિયમ માં જય ને પણ લ્હાવો મળે છે.

હાલમાં આઇપીએલ ની ટિમ રોયલ ચેલેન્જર બેંગલોર ની આખી ટીમ અને એમાં પણ ખાસ લોકો ના પ્રિય એવા ક્રિકેટર વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. બેંગ્લોર ની ટીમે માટે હાલમાં જ એક શાનદાર પાર્ટી નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આખી ટિમેં હાજરી આપી હતી. અને એમાં ખુબ જ ડાન્સ ધમાલ કરી હતી. એમાં પણ ખાસ કરીને વિરાટ કોહલી નો ડાન્સ કરતો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

બેંગલોર ટિમ ના ખેલાડી એવા ગ્લેન મેક્સવેલ ના થોડાક સમય પહેલા લગ્ન થયા હતા. આ માટે તેને સેલિબ્રેસન કરવા માટે એક શાનદાર પાર્ટી નું આયોજન કર્યું હતું. જેમાં ટિમ ના દરેક મેમ્બરો જોવા મળે છે. મેક્સવેલ ની પાર્ટી માં વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા એ હાજરી આપી હતી. વિરાટ કોહલી આ પાર્ટી માં બ્લેક કુર્તા માં નજરે પડે છે.

વિરાટ કોહલી નો આ પાર્ટી માં નો એક વિડીયો બધા લોકો ખુબ જ પસંદ કરી રહયા છે. પુષ્પા મુવી ના સોન્ગ્સ ઓ-ઓ-અંતવા પર ખુબજ શાનદાર ડાન્સ કર્યો હતો. જેવું જ સોન્ગ્સ વાગ્યું કે તરત જ વિરાટ કોહલી તેના સ્ટેપ વડે આ સોન્ગ્સ પર જોરદાર રીતે પરફોર્મસ આપતા નજરે ચડ્યો હતો. તેના ફેન્સ દ્વારા આ ડાન્સ ને ખુબ જ લાઈક કરી રહ્યા છે અને ઘણા તેની મજાક પણ ઉડાવી રહ્યા છે કારણકે વિરાટ કોહલી નું આ આઇપીએલ ની સીઝન માં નબળું પ્રદર્શન રહ્યું માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *