India

વૃદ્ધ ને ધૂમ સ્ટાઇલ માં શરુ ગાડી પર છુટ્ટા હાથે સ્ટન્ટ કરવો ભારે પડી ગયો. પોલીસ ને ખબર પડતા જ કર્યો મોટી રકમ નો દંડ. જુઓ સ્ટન્ટ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા જ હોય છે. ભારત માં સોશિયલ મીડિયા માં ફેમસ થવાનો ક્રેઝ દિનપ્રતિદિન વધતો જ જાય છે. અને લોકો ખુબ જ વધુ સમય સોસીયલ મીડિયા માં પસાર કરતા હોય છે. લોકો અવનવા વિડીયો બનાવીને કે સોન્ગ્સ માં રીલ બનાવીને સોસીયલ મીડિયા પર મુકતા હોય છે. યુવા વર્ગ સોશિયલ મીડિયા ના રંગે એટલો બધો રંગાય ગયો છે કે તે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે બાઈક પર કાર પર એવા અઘરા અઘરા સ્ટંટો કરે છે કે કયારેક તે લોકો ને ખુબ જ મોટું નુકશાન થઈ જાય છે.

ભારત માં યુવા વર્ગ ની સાથે સાથે ઘરડા લોકો માં પણ વિડીયો બનાવીને ફેમસ થવાનો ક્રેઝ વધી રહ્યો છે. આવો જ એક ઘરડા દાદા નો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. દાદા એવો સ્ટન્ટ કરે છે કે તેને આ સ્ટન્ટ અઘરો પડી જાય છે અને તેને પોલોસ દ્વારા ખુબ મોટો દંડ કરવામાં આવે છે. આ વિડીયો ગાઝિયાબાદ નો છે જેમાં એક વૃદ્ધ છુટ્ટા હાથે ગાડી ચલાવે તેવો વિડીયો બનાવ્યો છે.

ગાઝિયાબાદ ના વાયરલ વિડીયો માં વૃદ્ધ ક્યારેક છુટ્ટા હાથે ગાડી ચલાવે છે તો ક્યારેક બાઈક પર ચડી જાય છે અને પોતે બાઈક પર ઉભા રહીને સ્ટન્ટ કરે છે. વૃદ્ધ સ્ટન્ટ કરવામાં એટલા બધા મશગુલ છે કે તેને કોઈ પણ પ્રકારની બીક નથી અને પોતાની ધૂન મા સ્ટન્ટ કર્યે જ જાય છે. આ વિડીયો ની જાણ પોલીસ ને થતા પોલીસ દ્વારા દાદા ને ખુબ જ મોટી રકમ નો દંડ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા આ દાદા ને ખુબ જ દંડ કરીને મોટો પાઠ ભણાવ્યો હતો.

આ વાયરલ વિડીયો ની ઘટના ગાઝિયાબાદના વેબ સિટી વિસ્તારની છે. વૃદ્ધ સ્ટંટમેન સામે કડક કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશ ટ્રાફિક પોલીસે 26 હજાર 500નું ઓનલાઈન ચલણ કર્યું છે. અને દાદા ને આટલી મોટી રકમ નો દંડ થતા દાદા ના હોશ ઉડી ગયા હતા. સોસીયલ મીડિયા પર આવા ઘણા બધા સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થતા જ હોય છે અને પણ પોલીસ તે લોકો ને મોટી મોટી રકમ નો દંડ કરાવીને તેમને પાઠ ભણાવતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *