Gujarat

દુબઇ ના પ્રવાસે થી પાછા ફરતા જ સેવા ના કાર્ય માટે બી-એ-પી-એસ દ્વારા નીતિનભાઈ અને તેની ટિમ ને મળ્યું આટલા રૂપિયા નું દાન.જાણો કેટલું મળ્યું દાન.

Spread the love

નીતિનભાઈ જાની જેને બધા લોકો ખજુરભાઈ ના નામથી ઓળખે છે. નીતિનભાઈ ને ગુજરાત ના સોનુ સુદ નું બિરૃદ મળેલું છે. ખજુરભાઈ તેના સેવા કર્યો થી બધા લોકો ના દિલ માં રાજ કરે છે. યુ ટ્યુબ માં તેના કોમેડી વિડીયો જોઈ ને બધા હસી ને બેવડા વળી જતા હોય છે.

યુ ટ્યૂબ માં નીતીનભાઈ ના જિગલી અને ખજૂર નામથી જે કોમેડી થાય તે તેમાં તે મોજ કરાવતા હોય છે. ગયા વર્ષે જયારે તોઉંકતે વાવાઝોડું આવ્યું ત્યારે ગુજરાત માં ભારે તારાજી થઈ હતી. ત્યારબાદ નીતિનભાઈ અને તેની ટિમ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યા હતા. જેમાં ત્યારથી શરુ કરીને અત્યાર સુધી તેમની ટિમ અને તેના દ્વારા ગુજરાત આશરે 200 જેટલા પડી ગયેલા ઘરો ને ફરીથી તૈયાર કરી દઈ ને લોકો ને મદદ કરી છે.

હાલમાં નીતિનભાઈ ની ટિમ દ્વારા આ 200 જેટલા ઘરો ને પુનઃનિર્માણ કર્યા બાદ તેના સેલિબ્રેશન તે અને તેની ટિમ દુબઇ ના પ્રવાસે ગઈ હતી. દુબઇ માં તેની ટિમ દ્વારા ખુબ જ એન્જોય કરતા વીડિયો અને ફોટા સોસીયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. આ સેલિબ્રેશન બાદ જયારે તે ગુજરાત આવ્યા ત્યારે તેને એક સંસ્થા દ્વારા સેવા કરવા માટે ખુબ મોટું દાન આપવાંમાં આવ્યું છે.

સુરત સ્થિત બી-એ-પી-એસ સંસ્થા દ્વારા નીતિનભાઈ ને સેવા ના કાર્ય માટે રૂપિયા 2.5 લાખ નું દાન આપવામાં આવ્યું હતું. અને તેની સંસ્થા નીતિનભાઈ ના કાર્ય માં સહભાગી થઈ હતી. આ આ પ્રોગ્રામ માં નીતિનભાઈ અને તેની ટિમ પહોંચી હતી ત્યારે તેના ચાહકોની મોટી ભીડ ઉમટી પડી હતી. નીતિનભાઈ એ ત્યારબાદ વિડીયો મારફતે વિગતે વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *