ટેલિવિઝન ની પ્રખ્યાત અભિનેત્રી ‘દેવોલિના ભટ્ટાચારજી’ એ ‘ચકચક’ સોન્ગ્સ પર કર્યો ધમાકેદાર ડાન્સ, તેના ફેન્સ પણ થઇ ગયા હેરાન. જુઓ વિડીયો.

ટેલિવિઝન ની પ્રખ્યાત અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી તેના પ્રખ્યાત શો ‘સાથ નિભાના સાથિયા’ ના સિક્વલ ‘સાથ નિભાના સાથિયા-2’ માં ફરી એન્ટ્રી કરવા જય રહી છે. આ સમય દરમિયાન દેવોલિના ભટ્ટાચારજી સોશિયલ મિડિયા પર ખુબ જ એક્ટિવ છે. સાથોસાથ તે તેના પાત્ર ”ગોપી બહુ” ના અવતાર માં રહીને એક સુંદર ડાન્સ કરતી જોવા મળે છે. જે તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

દેવોલિના ભટ્ટાચારજી એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો માં દેવોલિના ભટ્ટાચારજી પીચ કલર ની સાડી માં ખુબ જ સુંદર લાગી રહી છે. દેવોલિના ભટ્ટાચારજી તે બૉલીવુડ માં મુવી અતરંગી રે માં અભિનેત્રી સારા આલીખાન ના સોન્ગ્સ ચકચક પર ખુબ જ સુંદર ડાન્સ કરતી જોવા મળે છે. જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

વિડીયો માં દેવોલિના ભટ્ટાચારજી સાથે સાથે બીજી બે યુવતીઓ પણ જોવા મળે છે. આ વિડીયો માં દેવોલિના ભટ્ટાચારજી તેના જુના પાત્ર માં રહી ને ડાન્સ કરતી નજરે પડે છે. અને સાથોસાથ દેવોલિના ભટ્ટાચારજી એ તેના પગ માં સ્પોર્ટ્સ ના શૂઝ પહેરેલા છે. જે ખુબ અતરંગી છે. અને તેણે આ વિડીયો મૂકીને કેપશન માં લખ્યું છે કે, ફાઇનલી તેને વિડીયો બનાવી લીધો. અને સાથોસાથ તેણે ઈમોજી પણ મૂકેલું છે. આ વિડ્યો ખુબ બીજ લોકો જોઈ ચુક્યા છે.

દેવોલિના ભટ્ટાચારજી ના આ વિડીયો નો જાદુ ઇન્સ્ટાગ્રામ પણ ખુબ જામ્યો છે. અત્યાર સુધીમાં તેન 19 હજાર લાઇક્સ મળી ચુક્યા છે. અને આ વીડિયો જોઈ ને લોકો ખુબ કોમેન્ટો આપી રહ્યા છે. લોકો વિડીયો ના અને દેવોલિના ભટ્ટાચારજી ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. અને સુંદર ઈમોજી પણ મૂકી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે દેવોલિના ભટ્ટાચારજી તેના પાત્ર માં આગામી દિવસો માં કેવી ધમાલ મચાવે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.