ચોમાસુ આપશે દસ્તક ! મોસમ વિભાગે જણાવ્યું કે, ટૂંક જ સમય માં ભારત ના આ રાજ્યો મા આવશે વરસાદ, આ દિવસે ગુજરાત માં…
હાલના દિવસો માં ભારત માં ગરમીનો પારો દિનપ્રતિદિન ખુબ જ વધતો જાય છે. ભારત માં ગરમી નો પારો 40 ડિગ્રી એ નોંધાતો જોવા મળે છે. ઉત્તર પશ્ચિમ ભારત માં રવિવારે લોકો ને ભીષણ ગરમી નો સામનો કરવો પડ્યો હતો. જો મધ્ય અને પૂર્વ ભારત ની વાત કરી એ તો ત્યાં ગરમી નો પ્રકોપ ઓછો હતો. ભારત ના મોસમ વિભાગ આય.એમ.ડી એ જાણકારી આપી છે કે, રાજસ્થાન, મઘ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી રાજ્યો માં લોકો ખુબ જ લૂ નો સામનો કરી રહ્યા છે.
ઘણા બધા શહેર માં ગરમી નો પારો 40 ડિગ્રી ને પાર વયો ગયો હતો. આય.એમ.ડી ના જણાવ્યા મુજબ કેટલાક પૂર્વ ના રાજ્યો અને મધ્ય ના રાજ્યો માં ગરમી નું પ્રમાણ ઓછું જોવા મળે છે. પરંતુ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ જેવા અનેક રાજ્યો માં સોમવાર સુધી ગરમી નો પ્રકોપ યથાવત રહે તેવી સંભાવનાઓ છે. ઉત્તર પશ્ચિમ ભારત માં 2 જૂન થી જ લૂ ની ચપેટ માં આવેલ છે.
મોસમ વિભાગ ના જણવ્યા અનુસાર 15-16 તારીખ સુધીમાં ઉત્તર અને મધ્ય ભારત માં ગરમી થી થોડા અંશે રાહત મળશે. મોસમ વિભાગ ના જણાવ્યા મુજબ પશ્ચિમી વિક્ષોભ ના કારણે 15-16 જૂન સુધીમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે જેવા રાજ્યો માં વરસાદ આવવાની સંભાવનાઓ છે. અને સાથોસાથ ઉત્તરભારત ના ગરમી વાળા રાજ્યો માં સોમવાર થી ગરમી નો પારો 2-3 ડિગ્રી નીચો નોંધશો.
અને પછીના દિવસો માં ધીરે ધીરે ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, સિક્કિમ, ઓડિશા રાજ્યો માં વરસાદ આગળ વધવાની સંભાવનાઓ છે. મોસમ વિભાગ ના જણાવ્યા મુજબ પશ્ચિમ ના કિનારા ના વિસ્તારો માં વરસાદ ની સંભાવનાઓ છે. ઉત્તરપ્રદેશ માં 17-20 જૂન સુધીમાં વરસાદ દસ્તક આપે તેવી સંભાવનાઓ છે. આમ આગામી દિવસો માં ઘણા ખરા રાજ્યો માં વરસાદ ની સંભાવનાઓ છે.