શિયાળા નું અમૃત એટલે ખજૂર ! ખજૂર ખાવાથી શરીર ને મળે છે એવા ફાયદાઓ કે જે તમે કદી સાંભળ્યા નહીં હોય તો જાણો વિગતે.
આપણા ભારતમાં શિયાળા ની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શિયાળાની ઋતુમાં લોકો પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે વહેલી સવારમાં ગુલાબી ઠંડીની વચ્ચે બાગ બગીચાઓમાં કસરતો શરૂ કરી દેતા હોય છે. શિયાળાની ઋતુમાં માત્ર કસરત નું જ મહત્વ હોતું નથી પરંતુ અનેક એવા ખાદ્ય પદાર્થો પાકોનું પણ મહત્વ હોય છે. ખાસ કરીને શિયાળામાં શરીરની તંદુરસ્તી માટે અવનવી આઈટમો ખોરાકમાં ઉપયોગમાં લેવાતી હોય છે.
શિયાળામાં ખાસ કરીને લોકો અનેક જુદા જુદા પ્રકારના પાકોનું સેવન કરતા હોય છે અને શિયાળમાં ખજૂર ખાવાનું પણ મહત્વ ખૂબ વધુ જોવા મળે છે. ખજૂર ખાવા થી આપણા શરીરને અનેક એવા ફાયદાઓ થતા હોય છે તો આજે અમે તમને ખજૂરના અનેક ફાયદાઓ જણાવીશું.
ખરાબ કોલેસ્ટ્રોલ- ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયના રોગોને ઉત્તેજિત કરે છે. ખજૂરમાં મળતો ફાઇબર આ ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરવાનું કામ કરે છે. જે લોકોને કોલેસ્ટરની સમસ્યા વધુ હોય તેમને ડાયટમાં ખજૂરનો ઉપયોગ કરવો જોઈએ.
ઉચ્ચ બીપી- હાઈ બીપી હાઈ બ્લડપ્રેશનના દર્દીઓને શિયાળામાં રોજિંદા આહારમાં ખજૂરનો ઉપયોગ કરવો જોઈએ. ખજૂર ખાવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમ જેવા તત્વો મળી આવે છે.
ડાયાબિટીસ- ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂર એક ઉત્કર્ષ વસ્તુ માનવામાં આવે છે. ખજૂરનો મિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે જેના કારણે ડાયાબિટીસના દર્દીઓને ફાયદા કારક હોય છે.
એનીમિયા- એનિમિયા નો રોગ મટાડવામાં ખજૂર ઉત્તમ ગણવામાં આવે છે. એનીમિયા માં શરીરમાં લોહીની ઉણપ જોવા મળે છે. ખજૂર ખાવાથી આયર્નની ઉણપ શરીરમાં દૂર થાય છે જે શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે. ખજૂરમાં ફાઇબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે.
શિયાળાની ઋતુમાં ખજૂર ખાવાનું અનેક ગણું મહત્વ છે. ખજૂરનો ઉપયોગ આયુર્વેદિક દવા અથવા ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ કરી શકાય છે. શિયાળાની ઋતુમાં ઉકાળેલા દૂધની સાથે ખજૂર નાખીને લેવા તે શરીરને અનેક ગણો ફાયદાઓ થતો જોવા મળે છે. આમ ખજૂર ખાવાના અનેક ફાયદાઓ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!