નાનપણ માં સ્ટેજ પર કઈ ન બોલી શકતા, સ્કૂલે સાયકલ લઈને જતા દેવાયતભાઈ ખવડ આજે જીવે છે આવું જીવન……જાણો.
ગુજરાત માં લોક્ડાયરાઓ માં હમેશા હજારો ની સંખ્યામાં લોકો ની ભીડ ઉમટી પડતી હોય છે. ગુજરાત ના લોક કલાકારો પોતાના ડાયરાઓ ના પ્રોગ્રામો દેશ ની બહાર વિદેશ માં પણ કરતા હોય છે. યુવાનો માં સૌથી પ્રિય બની ગયેલા ડાયરાના કલાકાર એટલે દેવાયત ખવડ. દેવાયત ખવડ આજે ગુજરાત ના તમામ લોકો ના દિલો માં રાજ કરે છે. દેવાયત ખવડ ગુજરાત ના યુવાઓ માં સૌથી વધુ પ્રિય છે.
દેવાયત ખવડ હંમેશા ખુમારી અને વટ ની જ વાતો કરતા હોય અને લોકો તેની ખુમારી ની વાતો સાંભલી ને મન્ત્રમૂગ્ધ થઇ જતા હોય છે. દેવાયત ખવડ નું નાનપણ થી અત્યાર સુધીનું જીવન ઘણી જ અઘરી પરિસ્થિતિ માંથી પસાર થયેલું છે. દેવાયત ખવડ નું વતન દૂધઈ ગામ છે. તેમના અભ્યાસ વિશે વાત કરી એ તો તેમને 1-7 ધોરણ નો અભ્યાસ દુધઈ માં કર્યો હતો. માધ્યમિક શાળા ના અભ્યાસ માટે તે દુધઈ થી 4 કિલોમીટર દૂર સાયકલ લઈને જતા હતા.
દેવાયત ભાઈ ને નાનપણ થી ભણવામાં રસ ન હતો. તેમના પિતા પહેલા મજૂરી કરતા હતા. તેમની પાસે માત્ર એક જ વીઘા જમીન હતી. તેમના પિતા મજૂરી કરીને જીવન ગુજારતા હતા. તેમના પિતા પાસે પહેલા રહેવા માટે ઘર પણ ન હતું. દેવાયતભાઈ જયારે સ્કૂલ માં હતા ત્યારે તેને ભણવામાં રસ ન હતો. તેને જયારે સ્ટેજ પર બોલવાનું આવે ત્યારે તે બોલી શકતા નહીં. જયારે તેને સ્કૂલ માં સુવિચાર બોલવાનો વારો અવતો ત્યારે તે સ્કૂલે ગેરહાજર રહેતા.
દેવાયતભાઈ એ પ્રથમ હનુમાન જયંતિ ના પ્રોગ્રામ થી કારકિર્દી ની શરૂઆત કરી. તેમને નાનપણથી જ પ્રોગ્રામ જ કરવાની શરૂઆત કરી દીધી. તેનો જયારે ડાયરા પ્રોગ્રામ હોય ત્યારે આખી રાત ક્યાં ચાલી જાય તે ખ્યાલ પણ ન રે. તે હમેશા વટ, ખમીરવંતી ની જ વાતો કરતા હોય છે. તે વધુમાં કહે છે કે જયારે તેને સ્ટેજ પર પ્રોગ્રામ દરમિયાન કોઈ ભૂલ થતી ત્યારે માયાભાઇ આહીર અને કિર્તીદાન ગઢવી તેમને સલાહ પણ આપતા હતા. તેમનું ફેમિલી અને તેમને ઘણા જ બધા સંઘર્ષો નો સામનો કરેલો છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!