HelthIndia

દિલ્હી- બિલ્ડીંગ માં ભયંકર આગ લાગવાથી 27 લોકો ના થયા મોત, આગ થી બિલ્ડીંગ બળી ને થઈ ગયું ખાક. જુઓ ફોટા.

Spread the love

ગરમી ની સિજન હોય એવામાં ગરમી ને કારણે આગ લાગવાના કિસ્સાઓ ઘણી વાર સામે આવતા હોય છે. હાલ દિલ્હી માં એક ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હી માં આગ એકલી ભયકંર હતી કે એકસાથે 27 લોકો આગ ની ચપેટ માં આવીને મૃત્યુ પામ્યા છે. ઘાયલો હોસ્પિટલ માં સારવાર હેઠળ છે. ઘાયલો માંથી પણ હજુ મૃત્યુ નો આંકડો વધી શકે તેમ છે.

દિલ્હી માં શુક્રવારે મૂંડકા મેટ્રો સ્ટેશન પાસે ના એક 3-માળ ના કોમર્શિયલ બિલ્ડીંગ માં ભયંકર આગ લાગી હતી. બિલ્ડીંગ માં આગ લાગવાનું મુખ્ય કારણ પહેલા માળે સી.સી.ટી.વી ફેક્ટરી અને વેરહાઉસ છે. અહીં અચાનક જ શોર્ટસર્કીટ થયું હોય એટલે અચાનક જ આગ લાગી હતી અને જોતજોતામાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટના માં 27 લોકો મૃત્યુ પામ્યા. જેમાં બે ફાયર સ્ટાફ ના અધિકારી નો પણ સમાવેશ થાય છે.

આગ માં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને હજુ સુધી 19 લોકો લાપતા છે. આ ઘટના પછી બિલ્ડીંગ ના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલ ની પોલીસે અટકાયત કરી છે. આગ ની જાણ થતા દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી બન્ને દોડી આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે આગ માં મૃત્યુ પામનાર ને 10 લાખ રૂપિયા અને ઘાયલ થનાર ને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આગ દરમિયાન ફાયર સટાફ અને એન.ડી.આર.એફ ની ટિમ પહોંચી હતી અને 150 લોકો ને રેસ્ક્યુ કરાયા હતા. ઘાયલ લોકો ને તાત્કાલિક સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હજુ પણ ઘણા લોકો બિલ્ડીંગ ની નીચે દબાયા હોય તેવી આશંકા છે. તાત્કાલિક ના ધોરણે ફાયર ની 27 ગાડીઓ આગ ઓલવવા આવી પહોંચી હતી. અમુક લોકો એ આગ ના ડર થી બિલ્ડીંગ પર થી નીચે કૂદી ગયા હતા. આગ ખુબ જ ભયંકર હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *