Gujarat

કિંજલ દવે વિશે જાણી અજાણી વાતો તેમનું નાનપણ સાવ આવી રીતે વિત્યું હતું જાણીને તમને પણ….

Spread the love

મિત્રો હાલ આપણે સૌ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે જાણીએ જ છીએ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું નામ આજથી નહિ પરંતુ ઘણા જુના સમય થી લોકો માં ઘણું પ્રચલિત છે. ખાસ તો તેના ગીતો લોકોમાં ઘણા લોક પ્રિય છે. પરંતુ વચ્ચેના થોડા સમય માં આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચમક જાણે ઓછી થઇ ગઈ હોય તેવું લાગતું હતું. પરંતુ ફરી એકવાર આ ઇન્ડસ્ટ્રી એ પોતાનો ખોવાયેલ રૂતબો પાછો હાસિલ કરી લીધો છે. જેની પાછળ ગુજરાતી કલાકારો નું ઘણું યોગદાન છે.

જો વાત ગુજરાતી સંગીત ની કરીએ તો ગુજરાતી સંગીત પહેલેથી જ લોકોમાં ઘણુંજ લોકપ્રિય છે. તેવામાં જો વાત આજના સંગીત વિશે કરીએ તો હાલના સમય માં ગુજરાતી સંગીતકારોએ ગુજરાતી સંગીતને એક નવા આયામ પર લઇ ગયા છે અને તેને સમગ્ર વિશ્વમાં ઘણુંજ લોક પ્રિયા બનાવ્યું છે. આપડે અહીં એક એવાજ ગુજરાતી કલાકાર વિશે વાત કરશું કે જેમનું ગુજરાતી સંગીત મા ઘણું આગવું યોગદાન છે અને જેને કારણે તેઓ સમગ્ર વિશ્વમાં ઘણા લોક પ્રિય પણ બન્યા છે.

આપડે અહીં ગુજરાતી સંગીતના એક ઘણા લોકપ્રિય કલાકાર કિંજલ દવે વિશે વાત કરશું. તેમના વિશે કદાચ તમે પણ એટલું નહિ જાણતા હોવ. મિત્રો કિંજલ દવેનું નામ આપડે સૌ એ સાંભળીયુ છે તેમની લોકપ્રિયતા દેશ વિદેશ માં ઘણીજ છે. આપડે અહીં તેમના જીવન વિશે થોડી માહિતી મેળવશું. કિંજલ નો જન્મ 1999 માં એક બ્રાહ્મણ કુટુંબ થયો હતો. તેમના પિતાનું નામ લાલજી ભાઈ છે.

તેમની પરિસ્થિતિ શરૂઆતથી જ બહુ સારી ના હતી તેમની માતા સરકારી દુકાનમાં અનાજ માટે તડકામાં કલ્લાકો સુધી ઉભા રહેતા. જયારે તેમના પિતા હિરા ઘસતા હતા તેમને ગાવાનો પણ શોખ હતો તેથી તેઓ સાથો સાથ આ શોખ પણ પૂરો કરતા તેમને જોઈ કિંજલ ને પણ બાળપણ થીજ સંગીતમાં રસ જાગ્યો તે પિતા સાથે અનેક સ્થળોએ જતી અને ગરબા, ભજન ના પ્રોગ્રામો જોઈને તેણે પણ ગાવાનું શરૂ કરી દીધું.

હાલ તેમની પરિસ્થિતિ ઘણીજ સારી છે જેની પાછળ નું કારણ પણ કિંજલ જ છે આજે કિંજલ દવે ને સૌ કોઈ જાણે છે અને સૌ કોઈ તેમના ફેન છે પરંતુ આ મુકામે પહોંચવા માટે કિંજલે ઘણીજ મહેનત કરી છે તે માત્ર 18 વર્ષ ની ઉંમરે જ પોતાના ગીતોના કારણે ઘણી લોકપ્રિય થય ગઈ. તેમનું “ચાર ચાર બંગડી” અને “લહેરી લાલા” ગીતો ઘણા લોકપ્રિય બન્યા છે.

આ ઉપરાંત પણ કિંજલ દવે એ ઘણા આલબમ સોંગ આપ્યા છે જે દરેકે તેમના ચાહકોમાં ઘણીજ લોક પ્રિયતા મેળવી છે. હાજી પણ તેમની ઈચ્છા હિન્દી ફિલ્મ જગત માં પ્લેબેક સિંગર બનવાની છે. તેઓ અનેક જગ્યાએ પોતાના કાર્યક્રમો કરે છે જેની સંપૂર્ણ જાવાબદારી તેમના પિતાની હોય છે. તેઓ એક વર્ષ માં લગભગ 200 જેટલા કાર્યક્રમો કરે છે. તેઓ આ 2 કલાક ના કાર્યક્રમ માટે લગભગ 2 લાખ રૂપિયા જેટલી ફી લે છે.

હાલમાં જ તેમની સગાઈ અમદાવાદ ના એક બિઝનીઝમેન કે જેમનું નામ પવન જોશી છે તેમની સાથે થઇ છે હાલ કિંજલ દવે તેમના માતા પિતા અને ભાઈ સાથે અમદાવાદ માં રહે છે આટલી લોક પ્રિયતા મેળવ્યા બાદ પણ તેમણે અભ્યાસ મુક્યો નથી અત્યારે પણ તેઓ કૉલેજ માં અભ્યાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *