Sports

ધોનીના ૫૫ એકડ ના વિસ્તરેલા ફાર્મહાઉસમાં છે ૭૦ ગાયો, ક્રિકેટ મુક્યા બાદ અહી જ જોવા મળે છે ધોની

Spread the love

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં મહાન અને સફળ કેપ્ટનની વાત કરવામાં આવે તો બધાનાં મગજમાં સૌ પ્રથમ મહેન્દ્રસિંહ ધોની નું જ નામ મગજમાં આવે છે. ૨૦૦૭ ના પેહલા જ ટી-૨૦ વિશ્વકપમાં ધોનીએ એની કપ્તાની નીચે ભારતને વિશ્વવિજય બનાવ્યો હતો. તેમજ ૨૦૧૧ માં એકદિવસીય વિશ્વકપમાં પણ ધોનીએ ભારત ને વિજય પ્રાપ્ત કરવી હતી. ૨૮ વર્ષો બાદ ભારત એ ક્રીકેટ વિશ્વકપ જીત્યા હતા.આની પેહલા સાલ ૧૯૮૩ માં મહાન ક્રિકેટર કપિલ દેવ એ ભારત ને વિશ્વવિજેતા બનાવ્યા હતા.

૨૦૧૩ માં મહેન્દ્રસિંહ ધોનીએ ભારતને તેની કપ્તાનીમાં ચેમ્પિયંસ ટ્રોફીના વિજેતા બનાવ્યા હતા. ધોની એ ફક્ત ભારત જ નો નહી પણ દુનિયાનો એવો કપ્તાન છે જેણે ICC ના ત્રણેય મોટા ટુર્નામેન્ટ વન ડે વલ્ડકપ,T-૨૦ વર્લ્ડકપ અને ચેમ્પિયંસ ટ્રોફી પર કબજો કરેલો છે. એક સારા કપ્તાન સાથો સાથ ધોનીએ એક સારો વિકેટકીપર બેટ્સમેન હતો. ગયા વર્ષે જ તે ધોનીએ ૧૫ ઓગસ્ટના રોજ મહેન્દ્રસિંહ ધોની એ વિશ્વ ક્રિકેટને અલવિદા કર્યું અને કરોડો ચાહકોની આંખ ભીની થય ગય હતી.

ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટને વિદાય આપી દીધી પરંતુ તે હજી આઈપીએલ રમે છે. આઈપીએલ ૨૦૨૧માં તે ચૈન્નઈ સુપર કિંગ્સ ની કપ્તાની સંભાળીને જોવા મળ્યા હવે તેઓ અઈપીએલ ના બીજા ચરણમાં પીળી જર્સીમાં બતાશે. પરંતુ આની સિવાય ધોની એ ઘણીવાર ચર્ચામાં હોય છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ માંથી વિદાય લીધા બાદ ધોનીએ ઘણી વાર તેના ફાર્મ હાઉસે સમય પસાર કરતા જોવા મળ્યા છે. ધોની ત્યાં ઘણી વાર ખેતી કરતા પણ જોવા મળ્યો છે.

તમને જણાવી દઈએ કે,મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડ ની રાજધાની રાંચીનો રેહવાસી છે તેનું રાંચીમાં બોવ મોટું અને લકઝરીસ ફાર્મ હોઉસ છે. ધોનીના ફાર્મ હોઉસનું નામ “કૈલાશપતિ”છે જે ૫૫ એક્માંડ ફેલાયેલું છે. ધોની ગયા થોડાક દિવસોમાં ખેતી કરતા નજરે ચડ્યા હતા.કેપ્ટન કુલ એ ઘણી બધી મોસમી શાકભાજીની ખેતી કરી છે. ધોની તેના ફાર્મ હોઉસ પર બોવ વધારે સમય પસાર કરે છે.

ધોનીના ફાર્મ હોઉસમાં ટામેટા,ફ્લાવર,કોબી,બ્રોકોલી જેવી શાકભાજી ઉત્પાદન થાય છે. જાણકારી અનુસાર ,તેના ફાર્મ હોઉસમાં એક દિવસમાં ૮૦ કિલોગ્રામ ટમેટાનું ઉત્પાદન થાય છે. આ ટમેટા એ બજારમાં ખુબ પસંદ કરવામાં આવે છે અને ધોનીના ફાર્મ હોઉસના ટમેટા તાજા અને બોવ જ પોષ્ટિક હોય છે. એની પાછળ એક જ કારણ જવાબદાર છે કે ધોનીના ફાર્મ હોઉસના શાકભાજીનું ઉત્પાદન આર્ગોનીક રીતે કરવામાં આવે છે. ટમેટા સિવાય પણ ધોનીના ફાર્મ હોઉસમાં ઉગતી અન્ય શાકભાજીની માંગ એટલી જ છે.

ધોનીના ફાર્મ હોઉસમાં ઘણીબધી ગાયો પણ છે. દરરોજ અહીંથી ૩૦૦ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. ધોનીના ફાર્મ હોઉસનું દૂધ એ ૫૫ રૂપિયા લીટરે વેચાય છે. ધોની ને ઘણી વાર ફાર્મ હોઉસમાં તેની ગાયો સાથે પણ જોવા મળ્યો છે. ધોનીના ફાર્મ હોઉસમાં કદાચ ૭૦ ગાય છે. જણાવી દઈએ કે આ ફાર્મ હોઉસની પૂરી જવાબદારી શિવનંદન અને તેની પત્નીની છે. ધોનીના ફાર્મ હોઉસની પૂરી દેખભાળ શિવાનંદ અને સુમન જ જોતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *