Gujarat

લગ્ન બાદ એક દિકરીએ માતા ને નામ લખ્યો એવો સંદેશ કે વાંચનાર ની આખો ભરી આવી…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી એટલા માટે તેણે માતા પિતાનું સર્જન કર્યું છે. દરેક બાળક માટે તેના માતા પિતા નો સાથ ઘણોજ મહત્વનો ગણાય છે. જે બાળક ના માથા પર માતા પિતાની છત્રછાયા છે તેઓ આ દુનિયાના સૌથી અમિર માણસ ગણાય છે. તમારી પાસે ગમ્મે તેટલો પૈસો હોઈ પરંતુ જો તમારા માથા પર માતા પિતાની છાયા નહી હોઈ તો આ દુનિયામાં તમારી જેટલું ગરીબ કોઈ પણ નહિ ગણાય.

માતા પિતા પોતાની પરવરીસ દ્વારા પોતાના બાળક ને આ સમાજ નો સામનો કરવાની શક્તિ આપે છે તેવામાં દરેકના જીવનમાં ખાસ તો માતાનો મહત્વ ઘણું જ વધુ હોઈ છે કારણ કે બાળક જન્મે ત્યારથી લઇ ને બાળક મોટું થઇ જાય તેમાં દરેક ક્ષણમાં માતા પોતાના સંતાનો સાથે જ હોઈ છે. માતાની કમી હોવીએ જીવન માં ઘણીજ દુઃખદ બાબત છે ખાસ કરીને યુવતીઓ કે જેના લગ્ન થયા હોઈ તેઓને માતા ની ઘણીજ યાદ આવે છે. આજે આપણે અહીં જોસુ કે કઈ રીતે એક યુવતી કે જે લગ્ન બાદ પોતાના સાસરે જાઈ છે અને ત્યાંથી તે કઈ રીતે પોતાની માતા ને યાદ કરે છે અને પોતાંની માતા વગર નું જીવન કેવું વિતાવે અને પોતાના હસવા પાછળનું પોતાની માતાને છોડવાનું દુઃખ કઈ રીતે છુપાવે છે આ તમામ બાબત વિશે વાત કરશું.

આપણે અહીં એક પુસ્તક કે જેનું નામ માટીનો માણસ છે તેમાં ઉલ્લેખ પામેલ એક ઘટના અંગે વાત કરશું. અહીં એક યુવતી પોતાના સાસરે ગયા બાદ માતાને પત્ર લખતા જણાવે છેકે, તેને મોકલેલ લગ્નના ફોટાની સીડી માં વધુ જગ્યા હોત તો તે તેમાં પોતાનું બાળપણ પણ સાસરે લઇ આવેત. કારણકે તેનું સમગ્ર બાળપણ તેની માતા સાથે જ વીત્યું છે.

તે વધુમાં જણાવે છેકે બાળપણ ઘણુંજ સોના જેવું હતું કારણકે ત્યારે પોતે માતાના ખોળામાં સુઈ જતી. હું જયારે પોતે પોતાની મુકેલી વસ્તુઓ પણ ખોઈ બેસ્તી ત્યારે તમે જ મને મારી વસ્તુઓ ગતિ આપતા પરંતુ હવે તો સાસરે આવ્યા પછી મારી જાતજ ખોવાઈ ગઈ હોઈ તેવું લાગે છે રોજ સવારે તારા પ્રેમાળ હાથ જેવી રીતે મને પ્રેમથી ઉઠાડતા હતા તે આજે પણ યાદ આવે છે અહીં સાસરે તારા પ્રેમાળ હાથ નથી પરંતુ આલાર્મ છે જેને તારી સાડી ઓઢાડી દવ છું. પરંતુ ખબર નહિ કેમ પણ તે તારી જેમ પ્રેમથી નથી ઉઠાડતો.

જયારે મને રડવું આવે છે ત્યારે તારી જૂની સાડી ને ઓઢી ને બેસી જાવ છું અને આંખમાં આવતા આંસુને લુછવા આજ સાડીનો ઉપયોગ કરું છું આમ કરવાથી આશુ ને તો મૂર્ખ બનવું છું પણ આંખોનું શુ કરવું કારણકે તે હોશિયાર છે તેની પાછળ નું કારણ પણ તારીજ ટ્રેનિંગ છે. આજે એવો સમય આવી ગયો છે કે હું જાહેરમાં રડતી નથી પરંતુ એકલામાં ઘણીવાર આખો ભીની થઇ જાઈ છે.

હવે જયારે પણ ગાડી ચલાવું છું ત્યારે તને યાદ કરું છું કારણકે જયારે પણ તું પાછળ બેઠતી ત્યારે વારંવાર ધીમે ચલાવવાના સૂચનાઓ આપતી પરંતુ હવે વાહન ફાસ ચલાવવામાં પણ મજા નથી આવતી. લગ્ન બાદ ઘર થી સાસરા સુધીનો રસ્તો જાણે વન વે હોઈ તેવું લાગ્યું કારણકે હું હવે તરી પાસે પહેલાની જેમ પાછી નહિ આવી શકું. પરંતુ હું રોંગ સાઈડ માં આવીને પણ તને મળવા આવીશ કારણકે મારા જીવન ની મંજિલ અને મારા સમગ્ર જીવન નો સફર તરથી જ શરુ થઇ ને તારા પર જ પૂરો થાય છે. લગ્ન બાદ મારુ જીવન બદલાયું નથી. કારણકે મારું જીવન તારી સાથેજ સંકળાયેલ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *