બેફામ કારે ઘણા વાહનો ને ટક્કર મારી જેમા એક નુ કરુણ મોત થયુ

મિત્રો આપડે અવાર નવાર દેશ અને રાજ્યના વિવિધ ભાગો માંથી અકસ્માત ને લઇ અનેક માહિતીઓ મળતી હોઈ છે જેમાં આવા અકસ્માતમાં લોકો ને ઘણું નુકસાન થાઈ છે આપડે અહીં એક એવાજ અકસ્માત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ વાત દિલ્હી ની છે મળતી માહિતી અનુસાર દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે સોમવારે સવારે એક ફૂલ સ્પીડ માં ચાલતી કારે અનેક લોકો અને અનેક વાહનોને ટક્કર મારી છે.

ત્યાં હાજર લોકો ના જાણાવીયા અનુસાર આ અકસ્માત સવારે 10 વાગ્યા આસ પાસ થયો હતો. જ્યાં દિલ્હી મેટ્રો ના યુમુના બેંક ડેપો ની પાસેના ફ્લાઈઓવરથી નીચે ઉત્તરતી એક સ્પીડ માં આવતી ગાડી કે જેનો નંબર યુપી 16 એએફ 1604 છે તેણે ઘણા વાહનોને ટક્કર મારી હતી.

અધિકારીએ ના જણાવ્યા અનુસાર નોઈડા તરફ થી આવતી આ ગાડીએ પહેલા એક રીક્ષા ને ટક્કર મારી આ રીક્ષા યમુના બેંક ડેપો પાસેના ઝુપડપટ્ટી નિવાસી સંજીવ યાદવ ચલાવી રહ્યા હતા. આ કાર એ તે રિક્ષાને 30 થી 40 મીટર સુધી ઢસડી. આ રીક્ષા ની અંદર ત્યાનોજ એક નિવાસી નવલ કુમાર યાદવ બેઠા હતા જેમનું ત્યાંજ મોત થયું.

ત્યાર બાદ આ કાર એક ટાટા એસ કાર સાથે અથડાણી જે રામપુરા નિવાસી રામપ્રિત દાસ ચાલવતા હતા તેમને પણ ઇજા થઇ આ અકસ્માત ને કારણે તે જગ્યાએ ટ્રાફિક જામ થઇ ગયું કારણકે આ અકસ્માત એવા સમયે થયો જયારે નોઈડા થી દિલ્હી ને જોડવા વાળા રસ્તા પર પહેલેથી ટ્રાફિક હતું ત્યાર બાદ પોલીસ દ્વારા આ સ્થળે થી ક્ષતિગ્રસ્ત વાહનોના અવષેશો ને લેવડાવી લેવાયા અને ટ્રાફિક જામને દૂર કરવાનો રસ્તો કરવામાં આવીયો.

આ અકસ્માત બાદ આસ પાસ ના લોકો તે સ્થળે એકઠા થઇ ગયા અને પોલીસ ને માહિતી આપી કે આ અકસ્માત ખુબજ ભયાનક હતો. આ અકસ્માત ની ગંભીરતા ની જાણ તમે તેના પરથી કરી શકો છો. કે અકસ્માત થયા પછી તે ગાડી ના બોનેટ સહીત અનેક વસ્તુનો કચ્ચરઘાણ બોલીગયો. ટાટા એસ તો અકસ્માત બાદ પલ્ટી ખાઈ ગઈ અને તેને પણ ઘણું નુકસાન થયું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *