Gujarat

ભગવાન ની ભક્તિ માં લિન થયા શ્વાનો. શ્વાન નો આ વિડીયો જોઈ મનમાં તેમના પ્રત્યે સંવેદના વધી જશે. જુઓ વિડીયો.

Spread the love

આપણે રોજ બરોજ આપણા ઘરે અને મંદિરે જઈને ભગવાનની પૂજા, અર્ચના કરતા હોઈએ છીએ. ભગવાન માત્ર માણસ પૂરતા સીમિત હોતા નથી. તેને આ ધરતી પર રહેલા દરેક નાના મોટા સજીવ જીવને સાચવવાના હોય છે. અને એવું પણ નથી કે ભગવાનની પૂજા માત્ર મનુષ્ય જાતિ જ કરે છે. ભગવાનની પૂજા ના અનેક વિડીયો આપણે પ્રાણીઓના અને પશુઓના જોઈ શકતા હોઈએ છીએ કે જેમાં ભગવાનની પૂજા કરવા તે મંદિરે આવતા હોય છે.

એવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સુરત જિલ્લાનો છે. સુરત જિલ્લામાં આવેલું એક શિવ મંદિર કે જ્યાં સવારે સાંજ આરતી થતી હોય તેમાં એક દિવસ આરતીમાં ત્રણથી ચાર શ્વાન પહોંચ્યા હતા. અને આરતીમાં જોડાઈને ભગવાન ની પૂજામાં લિન થઇ ને ઉભા હતા. વીડિયોમાં જોઈ શકાય છે તેમ માણસની જેમ જ શ્વાનો પણ ભગવાનને પૂજાનો અને આરતી નો આનંદ લઈ રહ્યા છે.

આપણે શ્વાન ને રસ્તા ઉપર રખડતા ભટકતા તો જોયા હશે. પરંતુ ક્યારેય આવી રીતના મંદિરમાં ભગવાન ની આરતીનો લ્હાવો લેતા તો ભાગ્ય જ જોયા હશે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ની સાથે જ લોકો આ શ્વાન નો પ્રત્યે સંવેદના દર્શાવી રહ્યા છે. અને અનેક અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

શ્વાન પણ ભગવાનની આરતીમાં ઊભા રહીને પોતાનું યોગદાન આપી રહ્યા છે. આવા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોને આવા જાનવર પ્રત્યેની પ્રીતિ વધી જતી હોય છે. આપણા સમાજમાં કેટલાક લોકો એવા પણ છે કે તે પાલતુ કૂતર ઓ ને પોતાના ઘરમાં રાખતા હોય છે. અને શ્વાન એટલા બધા વફાદાર હોય છે કે તે તેની વફાદારી ક્યારેય છોડતા હોતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *