નશા ની હાલત માં ધૂત થઇ યુવાનો થાર ગાડી લઈને સ્ટન્ટ કરતા સર્જાય ભયંકર દુર્ઘટના જાણે કે કોઈ મુવી નું શૂટિંગ હોય જુઓ વિડીયો.

રોજબરોજ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને આજની યુવા પેઢીને સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે અવનવા વિડીયો અને અવનવા રિલ્સ બનાવીને શેર કરવી ખૂબ જ પસંદ હોય છે. અને એવા એવા સ્ટંટ કરતા હોય છે કે ક્યારેક પોતાના જીવનની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. એવો જ એક વિડીયો વાયરલ થઈ ગયો છે.

જાણવા મળ્યું કે આ વિડીયો બિહાર રાજ્યના સમસ્તીપૂર તાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગદ્દોપુર પેઠિયા નો જાણવા મળ્યું છે. વીડિયોમાં જોવા મળ્યું કે એક કાળા રંગની થાર ગાડી લઈને એક મોટા મેદાનમાં છ થી સાત યુવકો થાર ગાડી ઉપર બેસીને થાર ગાડીનું મેદાનને ફક્ત ફરતે ચક્કર લગાવતા હોય છે. આ ચક્કર લગાવતા સમયે કારચાલક નો બેલેન્સ બગડી ગયું અને થાર ગાડીનું સંતુલન બગડી જતા ગાડી ધડામ કરતી પલટી મારી ગઈ હતી.

 

જાણવા મળ્યું કે આ વીડિયો આ મેદાનમાં બનાવવામાં આવ્યો હતો. ત્યાં આ યુવાનોએ પહેલા પાર્ટી કરી હતી. અને નશા ની હાલતમાં ધૂત થઈને તે લોકો થાર ગાડી ઉપર આવી રીતે સ્ટંટ કરવાનો વિડીયો બનાવી રહ્યા હતા. નશાની હાલતમાં ધૂત હોય આ દુર્ઘટના સર્જાય હતી. આ વિડીયો ને જોવા વાળા પણ ચોકી ઉઠ્યા છે. લોકો આ વિડીયો બાબતે અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ દુર્ઘટના ઘણા બધા યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકો પ્રતિક્રિયા કરતા કહે છે કે આ વિડીયો લોકોને જોખમી સાબિત થાય છે સ્ટંટના આવા અનેક વિડીયો આપણને રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે ત્યારે ક્યારેક લોકો છુટા હાથે ગાડીઓ ચલાવતા હોય છે. તેઓ ક્યારેક ગાડીની બોનેટ ઉપર બેસીને સ્ટંટ કરતા હોય છે. અને પોતાના જીવને સાથે અન્ય લોકોને પણ ગંભીર સ્થિતિમાં નાખી દેતા હોય છે એટલે અનેક વાર આવા યુવાનો અને લોકોને પોલીસ દ્વારા મોટી રકમનો દંડ પણ કરવામાં આવતો હોય છે. છતાં પણ આવા યુવાનો પોતાની હરકતો ચાલુ જ રાખતા હોય છે.

 

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.