Entertainment

હિમાચલ પ્રદેશમાં પુરના તાંડવ કારણે આધુનિકતા આખી પાણી માં ધોવાઈ ગઈ પરંતુ ત્યાં આવેલ આ મંદિર અડીખમ જોવા મળી આવ્યું…. જુવો આશ્ચર્યજનક વિડીયો

Spread the love

હિમાચલ પ્રદેશ સહિત ઉતર ભારતમાં ઘણા રાજ્યોમાં વરસાદ એ કાળો કેર વરસાવ્યો છે જેમાં ઘણા શહેરોમાં તો પૂર પણ જોવા મળી આવ્યું છે. અને તેમાં અગણિત ઘરો તણાઇ ગ્યાં છે તો, ઘણા પૂલો  તૂટી ગ્યાં છે. અને નદીઓ એ તો જાણે રોદ્ર રૂપ ધારણ કર્યું હોય એમ જણાઈ રહ્યું છે. અરે આટલું જ નહીં ઘણા રાસ્ટ્રીય રાજમાર્ગો પણ તણાઇ ગયા છે. આમ અત્યારે હિમાચલ પ્રદેશ માં સૌથી વધારે તબાહી ના દ્રશ્યો જોવા મળી આવ્યા છે.

જેમાં જાન અને માલ બંને ને બહુ નુકશાની થઈ છે. જોકે અહી જોવાની અને આશ્ચર્યજનક એક વાત સામે આવી રહી છે જે જોઈને દરેક લોકો ના હોશ ઊડી રહ્યા છે. જેમાં એક શિવમંદિર આવા પૂર અને કાળા કહેર ની વચ્ચે પણ પાણીની વચ્ચે અડીખમ ઊભું જોવા મળી આવ્યું છે.જે ચમત્કાર અત્યારે ટ્વિટર પર જોવા મળી રહ્યો છે. મંડી, હિમાચલ પ્રદેશ માં સુકેટી અને વ્યાસ નદી ના સંગમ પર પંચવક્ત્ર મહાદેવ નું મંદિર આવેલ છે. જે પૂરના પ્રચંડ પ્રકોપ ના કારણે આ મંદિર પણ ડૂબી ગયું છે

અને મંદિર ની ચારેબાજુ પાણી જ જોવા મળી રહ્યું છે. આ પૂર ના પાણીમાં ડૂબેલ આ મંદિર ના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ ની માનવામાં આવે તો મંડી માં પૂર જેવો ભયાનક તાંડવ નો નજારો ઘણા વર્ષો બાદ જોવા મળ્યો છે.જ્યાં આ શહેરમાં જોવા મળતા 100 વર્ષ જૂના પૂલો પણ વહી ગ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માનવામાં આવે તો પંડોહ માં 100 વર્ષ જૂનો પુલ તૂટી ગયો અને ઔટ નામની જગ્યા માં આવેલ 50 વર્ષ જૂનો પુલ પણ સાફ થઈ ગયો. હવે ધીમે ધીમે આ વિસ્તારમાં પૂરનું પાણી ઓછું થઈ રહ્યું છે અને પંચવક્ત્ર મંદિર ની નવી તસ્વીરો અને વિડ્યો સામે આવી રહ્યા છે.

આ મંદિરમાં ભગવાન શિવ ની પંચમુખી પ્રતિમા છે અને આ મંદિર 400 વર્ષ કરતાં પણ જૂનું માનવામાં આવી રહ્યું છે. પૂરમાં  આધુનિક મકાન અને પૂલો વહી ગ્યાં છે પરંતુ આ સદીઓ જૂનું શિવમંદિર અહી એમનું એમ અડીખમ જોવા મળી આવ્યું છે. પંચવક્રત્ર મંદિર આર્કિયોલોજિસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સુરક્ષિત ઇમારત છે. સદીયો જૂના આ મહાદેવના મંદિર પૂરના તાંડવ દરમિયાન પણ અડીખમ જોવા મળ્યું હતું આથી લોકો આના પર પ્રતિકિયા આપી રહ્યા છે અને આ ને એક ચમત્કાર ગણાવીને લોકો આ મંદિરના વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *