ફરી એક વાર વરસાદ ને લઇ મોટા સમાચાર અહીં પડી શકે છે ભારે વરસાદ જાણો વધુ માહિતી…
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ વરસાદએ દેશના ઘણા વિસ્તારો માંથી વરસાદે સતાવાર રીતે વિદાય લીધી છે પરંતુ હવામાન મા આવતા વારં વાર ફેરફારને કારણે આજે પણ દેશના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે થી અતિભારે વરસાદ જોવા મળી રહીયો છે તેવામાં મળતી માહિતી મુજબ મોસમ વિભાગએ ફરી એક વાર વરસાદની આગાહી કરી છે તો ચાલો આ ઘટના અંગે વિસ્તાર થી માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે રવિવારે વરસાદને લઈને દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ અંગે ની શક્યતા છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર રવિવારે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અહીં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે.
જ્યારે અમુક અમુક વિસ્તારોમાં થોડો વરસાદ પડે તેવી સંભાવના છે. અહીં મહત્તમ તાપમાન 30 ° સે અને લઘુત્તમ તાપમાન 18 ° સે રહેસે તેવી આગાહી કરવામાં આવી છે. જો વાત 27 ઓક્ટોબર અંગે કરીએ તો તે સમયે અહીંયા તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે વધુમાં વધુ તાપમાન 30 થી 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
જો વાત પાછલા અમુક દિવસો ની કરીએ તો પછલા દિવસો ની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોન્ધયો હતો. તેની સાથે જ અહીં નું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું કે જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી સેલ્સિયસ વધારે જ્યારે લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધારે છે.
જો વાત દિલ્હી ની હવા વિશે કરીએ તો અહીં શનિવારે દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા મધ્યમથી નબળી શ્રેણીમાં રહી હતી. જો વાત પ્રદુષણ અંગે કરીએ તો દિલ્હીની આસ પાસના રાજ્યોમાં પરાળ સળગાવવાની ઘટનાઓ વધી છે, પણ પવનની ઊંઘી દિશા હોવાથી ધુમાડો દિલ્હી સુધી પહોંચી શક્યો નથી.
જેના કારણે, આવા ધૂમાડા ની અસર પ્રદૂષણ પર પડી ન હતી. જ્યારે સ્થાનિક સ્તરે દિલ્હી, ફરીદાબાદ, ગુરુગ્રામ અને નોઈડામાં હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં રહી હતી. જોકે ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં હવાની ગુણવત્તા નબળી શ્રેણીમાં નોંધાઈ હતી.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના જણાવ્યા અનુસાર, દિલ્હીના એર ઇન્ડેક્સમાં વધારો નોન્ધયો છે. જેને કારણે દિલ્હીનો એર ઇન્ડેક્સ 173 નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણી નો ગણાય છે. જોકે એક દિવસ પહેલા અહીં એર ઈન્ડેક્સ 170 જોવા મળ્યો હતો. સફાર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરે સૂકી હવા અને કણોના કારણે હવાની ગુણવત્તા મધ્યમ વર્ગમાં રહી છે.