હવે ધ્રુજવા નો સમય આવી ગયો છે! આટલા દિવસ માં સમગ્ર રાજ્ય માં ઠંડી નું મોજું ફરી વળશે જાણો ક્યાં રાજ્ય મા….

મિત્રો આપણે જાણીએ છીએ કે આ વખતે વરસાદની સિઝનમાં વરસાદ સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના અનેક વિસ્તારોમાં પોતાની જબરજસ્ત હાજરી પુરાવી છે પુષ્કળ વરસાદને કારણે દેશ અને રાજ્યમાં જળસંકટ ઘણું જ હળવું પડી ગયું છે.

વરસાદને કારણે અમુક સુકાઈ ગયેલા વિસ્તારો ફરી લીલાછમ બની ગયા છે પરંતુ હવે વરસાદે રાજ્ય અને દેશના અમુક વિસ્તારમાંથી સત્તાવાર રીતે જ્યારે વિદાય લઈ લીધી છે તેવામાં અમુક વિસ્તારો એવા પણ છે ત્યાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે તેવામાં હવે ઠંડી ને લઈને પણ માહિતી મળવા લાગી છે તો ચાલો જાણીએ રાજ્યમાં ક્યારથી ઠંડીનું મોજુ ફરી વળસે.

નવરાત્રિની શરૂ થઈ ત્યારથી જ સવાર ના સમયે અને રાતના સમયે હળવો ઠંડીનો અનુભવ થાઈ છે. જો કે હાલ્મા પણ બપોરના સમયે આકરા તડકો જાણે લોકોને દઝાડી રહ્યો હોઈ તેવું લાગે છે. રાજ્યના ઘણા શહેરો માં હવે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

જો વાત મેદાની વિસ્તારો અંગે કરીએ તો આવા વિસ્તારોમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો. આવો વરસાદ જમ્મુ કાશ્મીર, કર્ણાટક તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો હતો.

જોકે આવા પવનની અસર રાજ્ય માં પણ જોવા મળી છે રાજના ઉત્તર ગુજરાત અને અમદાવાદ ના વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દિવ તથા દમણમાં પણ વાતાવરણમાં ફેરફાર નજરે પડ્યો હતો. જો વાત તાપમાન અંગે કરીએ તો આજે અમદાવાદ શહેર માં મહત્તમ તાપમાન 33 ડિગ્રી જ્યારે લધુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જો વાત હવામાન વિભાગ ની આગાહી અંગે કરીએ તો હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આ અઠવાડિયા માં વાદળોની સ્થિતિ ને જોતાં રાજ્યમાં ઠંડીની અસરની સંભાવના છે. જો કે આગામી સમય માં આ ઠંડીની અસર વધે તેવી પણ આશંકા છે. જેને કારણે વાતાવરણ માં ધુમ્મસ પણ દેખાવા લાગશે. હવામાનશાસ્ત્રીઓ ના મત મુજબ વાતાવરણ સામાન્ય થયા બાદ ઠંડીની અસર પૂરતી થશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *