સલામ છે આ મહિલાના જસબને ! પોતાના ગામ માટે આ મહિલાએ કર્યું એવું કે જોઈને તમને પણ નવાઈ લાગશે તેઓ એ લાખો રૂપિયા ની…..

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણો દેશ એક યુવા દેશ છે અને દરેક વ્યક્તિ પોતાના દેશ અને સમાજ માટે કંઈક સારું કરવાની આશા હંમેશા રાખતો હોઈ છે. લોકોને બીજા લોકો ની મદદ કરવી અને તેમની સેવા કરવું ઘણીજ ગમે છે પરંતુ દરેક લોકો વિચારે છેકે હું બીજા ની સેવા કઈ રીતે કરું કારણ કે મારી પાસે તો વધુ પૈસો કે કોઈ મોટી સત્તા નથી તો હું શું કરી શકું.

તો તમને જણાવી દઈએ કે કોઈ પણ ની સેવા માટે વધુ પૈસો કે મોટી સત્તા ની જરૂર નથી વ્યક્તિ માં લોકોની સેવા કરવાની ઈચ્છા શક્તિ હોવી જોઈએ આપણે એવા ઘણા લોકોને જોયા હશે કે જેમની પાસે વધુ પૈસો કે કોઈ સત્તા નથી પરંતુ તેઓ લોકોની મદદ કરતા પાછળ હટતા નથી. આપડે અહીં એક એવા જ કિસ્સા અંગે વાત કરવાની છે કે જેમાં એક મહિલાના જસબાને કારણે તેમના ગામની મહિલાઓ ની જીવન માં ઘણી જ ખુશીઓ આવી ગઈ તો ચાલો આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

આ વાત છે અલવર જિલ્લાના થાનાગાઝી વિસ્તાર ના અબજપુર ગામની. અહીંની એક મહિલા કે જેમની ઉમર 26 વર્ષ છે તેઓ આ ગામની સરપંચ ની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ અને મહિલાના વિકાસ માટે પણ કરે છે કામ. જો વાત આ યુવાન મહિલા વિશે કરીએ તો તેમનું નામ પ્રિયંકા નરુકા છે. જો વાત તેમના અભ્યાસ વિશે કરીએ તો તેમને પોલિટિકલ સાઇન્સ માં અભ્યાસ કાર્ય બાદ ડિઝાઇનિંગ નો અભ્યાસ કર્યો છે.

તેઓ અભ્યાસ દરમિયાન ઘણી વાર પોતાના ગામમાં આવતા તે સમયે તેઓ અહીંની મહિલાઓ ને ઘણી દૂર પાણી લેવા જોતા હતા જેને કારણે તેમને ઘણું દુઃખ થતું તે જ સમયે તેમણે આ મહિલાઓ માટે કાંઈક કરવાનું વિચાર્યું અને પોતાનું કરિયર ડિઝાઇનિંગ ફિલ્ડ કે જ્યાં તેઓ લાખો રૂપિયા કમાઈ શકત પરંતુ તેઓ તેમાં આગળ ના વધ્યા અને પોતાના ગામ અને ગામની મહિલાઓ ની સ્થિતિ સુધારવા માટે રાજનીતિ માં જોડાયા.

તેમણે ચૂંટણી સમયે મહિલાઓને પોતાને મોકો આપવા અપીલ પણ કરી તેમની આ અપીલ ને લોકોએ સ્વીકાર કરી અને માત્ર 26 વર્ષ ની ઉમર માં તેઓ પહેલીવાર ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. જોકે આ માટે તેમણે ઘણાજ સંધર્ષ કર્યો અને ઘણીજ ચુનોતીઓ નો સામનો કરવો પડ્યો. હાલ ના સમય માં તેઓ પોતાના ક્ષેત્રમાં પાણી અને વીજળીની સમસ્યા દૂર કરવા ને પ્રાથમિકતા આપે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *