IndiaNational

ગેશ ના બાટલા ના કારણે ઘરમાં લાગી આગ આ અકસ્માત માં પિતા પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો જયારે માતા……….

Spread the love

મિત્રો આપણે ઘણી વખત ગેશ ના બટલા ફાટવાની ઘટના સાંભળતા હોઈ છીએ. આવી ઘટનાઓ ના બને તેના માટે અનેક લોકો ગેશ ના બાટલાનો વપરાશ કઇ રીતે કરવો અને તેને કઇ રીતે બદલવો તેના વિશે લોકો ને માહિતી આપતા હોઈ છે. પરંતુ ઘણી વખત એવું બને કે વ્યક્તિ દ્વારા કરવામાં આવતી નાની અમથી ભૂલ પણ તેના અને તેના પરિવાર માટે જોખમી સાબિત થાય છે. આવો જ એક બનાવ હાલમાં રુદ્રપુરથી સામે આવ્યો છે કે જ્યાં એક ઘરમાં સિલિન્ડર ના કારણે આગ લાગી ગઈ અને જેના કારણે પિતા અને પુત્રને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

જો વાત આ દુઃખદ બનાવ વિશે વિસ્તાર થી કરીએ તો આ ઘટના રુદ્રપુર માં આવેલ ટ્રાન્જીટ કેમ્પ માં સર્જાયો હતો. અહીં એક પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું હતું કારણકે આ વિસ્તારના એક ઘરમાં ગેશ સિલિન્ડર ના કારણે આગ લાગી હતી. આ આગ ના કારણે પિતા સહીત બે વર્ષ ના પુત્ર નું નિધન થયું હતું. આ ઘટના બાદ તેમની પત્ની ની હાલત આ સદમા ના કારણે ઘણી ખરાબ છે. અને હાલ તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે.

જો વાત આ પરિવાર વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ઘટના ટ્રાન્જીટ કેમ્પ માં આવેલ ઠાકુર નગર વિસ્તારના રહેવાશી કેદાર સિંહના પરિવાર સાથે આ અકસ્માત સર્જાયો હોતો. અહીં કેદાર સિંહ કે જેમની ઉમર 30 વર્ષ છે તેઓ પોતાની પત્ની એની પોતાના બે વર્ષના બાળક વંશ સાથે રહેતા હતા. સોમવારના દિવસે રત્ન લગભગ 10 વાગ્યા આસ પાસ તેમની પત્ની રસોઈ બનાવી રહી હતી અને ગેશ ખાલી થતા કેદાર સિંહ ગેશ નો બાટલો બદલી રહ્યા હતા. જયારે તેમના પત્ની કંઈક કામથી ઘરની બહાર ગઈ તે સમયે ઘરમાં એકા એક આગ લાગી ગઈ જેમાં કેદાર સિંહ અને નજીક માં સુતેલા તેમના બે વર્ષ ના પુત્ર વંશ નું આ વિકરાળ આગ ના કારણે મૃત્યુ થયું હતું.

આ ઘટના ના કરીને તેમની પત્ની સદમા મા છે. તેમને હાલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ના કારણે ભાગદોડ મચી જતા આસ પાસ ના લોકો એકઠા થઇ ગયા હતા અને બનાવ અંગે પોલીસ ને જાણ કરી હતી હતી. માહિતી મળતા પોલીસ ટિમ ફાયર ટિમ સાથે ઘટના સ્થળે પહોંચી અને લાગેલી આગ પર કાબુ મેળવવામાં લાગી ગયા જેના પછી લગભગ અડધા કલ્લાક બાદ આગ પર નિયંત્રણ મળ્યું. હાલ પોલીસ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો સિલિન્ડર ફાટવાથી મૃત્યુ પામ્યા છે કે ગેશ લીક થવાના કારણે આગ લગતા તેની ઝપેટમાં આવ્યા છે તેના વિશે તાપસ શરૂ કરી છે.

આસ પાસ ના લોકો એ જણાવ્યું છે કે ઘર માથી સિલન્ડિર ફાટવાનો કોઈ અવાજ આવ્યો નથી. જો આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિ અંગે કરીએ તો તમને જાણીવી દઈએ કે તેઓ મૂળ જગદીશપુર કે જે જહાંનાબાજ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ છે તેના પીલીભીત ના રહેવાસી છે. હજુ થોડા સમય પહેલા જ કેદાર સિંહ અને પોતાના પત્ની અને બાળક સાથે ટ્રાન્જીટ કેમ્પ વિસ્તાર માં રહેવા ગયા હતા. તેઓ આ વિસ્તાર ની એક કંપનીમાં કામ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *