સસ્તું સોનું ખરીદવાની સુવર્ણતક નહીંતો આવનાર લગ્ન ગાળામાં નહીં મળે આટલી સસ્તી કિમતે જાણો ભાવ
મિત્રો આપણે સૌ સોનું અને ચાંદી ખરિદવા ની ઇચ્છા રાખતા હોઈએ છીએ. અને આવી ઘાતુમા પોતાના નાણાં પણ રોકવા વિચારતા હોઈએ છિએ. કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે આ ધાતુઓ ઘણી જ મુલ્યવાન છે અને એક વાર તેમાં નાણાં રોક્યા પછી લગભગ તેનું વળતર સારુંજ મળે છે. વળી હાલના સમય માં સોનુંએ અમીરી નું પણ પ્રતીક બનિ ગયુ છે. જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો આ અહેવાલ તમારાં માટે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશમાં ફરી એક વખત લગ્નનો સમયગાળો શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં આ સમયગાળા પહેલા આજનો સોનાનો ભાવ જાણી લો. જણાવી દઈએ કે હાલમાં સોનાના ભાવમાં ભલે વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ સોનાનો હાલનો ભાવ સર્વોચ્ચ સપાટી કરતાં રૂ. 4000 નીચા છે. માટે હાલમાં આ સસ્તા દરે સોનું ખરીદવાની સારી તક છે.
જણાવી દઈએ કે સોના અને ચાંદીના ભાવ દરરોજ બે વખત જાહેર કરવામાં આવે છે. એકવાર દરો સવારે અને બીજી વખત સાંજે બહાર પાડવામાં આવે છે. આપણે અહીં આ બંને મુલ્યવાન ધાતુઓ અંગે ના ભાવ વિશે જાણીશૂ સૌપ્રથમ જો વાત સફેદ ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં 999 શુદ્ધતાની એક કિલો ચાંદી નો ભાવ 67770 રૂપિયામાં છે.
જ્યારે સોનાની અલગ અલગ શુદ્ધતા ના ભાવો અંગે વાત કરીએ તો જણાવી દઈએ કે 999 શુદ્ધતાનું 10 ગ્રામ સોનું આજે 51777 રૂપિયામા મળી રહ્યું છે. જણાવી દઈએ કે આ ભાવ પાછલા દિવસ કરતા 140 રૂપિયા વધુ છે જ્યારે આવોજ હાલ 995 શુદ્ધતા અને 10 ગ્રામ સોનાનું છે. તેમાં પણ રૂપિયા 140 ના વધારા બાદ હાલમાં આ સોના નો ભાવ 51570 રૂપિયા છે.
જ્યારે જણાવી દઈએ કે 916 શુદ્ધતા વાળું સોનું 129 રૂપિયા મોંઘુ થઈ ને તેનો ભાવ 47428 રૂપિયા થઈ ગયો છે જ્યારે 750 શુદ્ધતા વાળું સોનાનો ભાવ રૂપિયા 38833 થઈ ગયો છે. એટલે કે તેમાં 105 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત જો વાત 585 શુદ્ધ વાળા સોના અંગે કરીએ તો તેનો ભાવ રૂપિયા 82 વધીને રૂપિયા 30290 થઈ ગયો છે.