દાદા અમિતાભ બચ્ચન ને પૌત્રી આરાધ્ય સાથે છે ખુબ જ અનોખો પ્રેમ અમિતાભ બચ્ચને જ કહ્યું કે…જણો વિગતે.

બૉલીવુડ ના સૌથી લોકપ્રિય અભિનેતા એટલે અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન ને બૉલીવુડ ના શહેનશાહ કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચન ને પોતાની પૌત્રી આરાધ્ય અને પુત્રવધુ એશ્વરીયા રાય સાથે ખુબ જ લગાવ છે. અમિતાભ બચ્ચન ઘણી વાર પોતાની પુત્ર વધુ ના વખાણ કરતા નજરે ચડે છે. એટલું જ નહીં અમિતાભ બચ્ચન પોતાની પુત્ર વધુ ને પોતાની પુત્રી જ માને છે.

એશ્વરીયા રાય પણ પોતાના સસરા અમિતાભ બચ્ચન ની ખુબ જ નજીક છે. 2007 ના વર્ષ માં અભિષેક બચ્ચન અને એશ્વરીયા રાય ના લગ્ન થયા હતા. અને વર્ષ 2011 માં તેમના ઘરે પુત્રી આરાધ્ય નો જન્મ થયો હતો. પૌત્રી ના જન્મ બાદ દાદા અમિતાભે પોતાના ઘરે શાનદાર પાર્ટી નું આયોજન કર્યું હતું. અને અમિતાભ બચ્ચને મીડિયા સમક્ષ ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી.

અમિતાભ બચ્ચને વધુ માં જાણવ્યું હતું કે, પૌત્રી ના જન્મ સમયે તે અને તેની પત્ની જયા બચ્ચન ત્યાં હોસ્પિટલ માં જ હતા. જયા બચ્ચન આખી રાત પોતાની પુત્ર વધુ ની પાસે જ હતા. અને પૌત્રી ના જન્મ બાદ તેને પોતાના ખોળા માં લઈને ઘરે આવ્યા હતા. અમિતાબ બચ્ચને કહ્યું કે આરાધ્ય ના આવવાથી તેમની જિંદગી માં નવી રોનક આવી ગઈ છે.

અમિતાભ બચ્ચને ઘણી બધી સુપરહિટ મુવી માં પોતાનું કામ આપેલું છે. બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં તેમના જેવું નામ કોઈ નું છે જ નહીં. અને તેમનો પુત્ર અભિષેક અને પુત્રવધુ બને પણ ઘણા મુવી માં કામ કરતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન ભારત માં આવતા ટીવી શો કોન બનેગા કરોડપતિ ને હોસ્ટ કરતા પણ જોવા મળે છે. અમિતાભ બચ્ચન એ પોતાના જમાનામાં પોતાનું ખુબ જ નામ કરી ચુક્યા છે.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published.