અનોખા લગ્ન ! એક કુતરા નો ધૂમધામ પૂર્વક વરઘોડો કાઢી કુતરા અને કુતરી ના લગ્ન કરવામાં આવ્યા…જુઓ ફોટા.
આખા ભારત માં હાલ તો લગ્ન ની સીઝન ચાલી રહી છે. એવા માં મનુષ્યો તો લગ્ન કરે જ છે. પણ પ્રાણીઓ પણ લગ્ન કરવામાં પાછા નથી પડતા. હમીરપુર જિલ્લા માંથી એક અનોખા લગ્ન સામે આવ્યા છે. જ્યાં લોકો એ એક કુતરા અને એક કુતરી ના લગ્ન કરાવ્યા છે. છે ને મજેદાર વાત ! આ લગ્ન માં 100 જેટલા લોકો વરઘોડામાં સામેલ થયા હતા. ગયા મહિનામાં જ ચાંદલો કરવાની વિધિ પુરી કરવામાં આવી હતી.
જેમાં 11 હજાર રૂપિયા રોકડા ચઢાવો આપવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશ ના હમીરપુર જિલ્લા માં કુતરા અને કુતરી ના લગ્ન ખુબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવ્યા હતા. ખાસ વાત તો એ હતી કે કુતરા નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અને એ પણ 32 કિલોમીટર દૂર જાન લઇ જવામાં આવી હતી. વરઘોડા માં લોકો મન મૂકીને ડાન્સ કરતા હતા.
આ વાત પુરા એરિયા માં ચર્ચા નો વિષય બની ગઈ હતી. ભરૂઆ સુમેરપુર માં આ લગ્ન રવિવાર ના રોજ કરવામાં આવ્યા હતા. બે સંતો એ પાળેલા કુતરા અને કુતરી ના લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન ની બધી જ વિધિ હિન્દૂ રિવાજ પ્રમાણે કરવામાં આવી હતી. બધી જ વિધિઓ ધૂમધામ પૂર્વક કરવામાં આવી હતી.બન્ને સંતો એ તેના શુભચિંતકો અને શિષ્યો ને કાર્ડ છાપી ને બોલાવવામાં આવ્યા હતા.
ભગવાન શિવ ના મંદિરે થી વરઘોડો ધૂમધામ પૂર્વક કાઢવામાં આવ્યો હતો. કુતરા નું નામ કલ્લુ અને કુતરી નું નામ ભૂરી છે. લગ્ન બાદ કુતરી ની વિદાય પણ કરવામાં આવી હતી. કુતરા અને કુતરી ને સોના,ચાંદી વડે શણગારવામાં આવ્યા હતા. આમ આ લગ્ન માં કોઈ પણ જાત ની કમી રાખવામાં આવી ના હતી. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.