ગ્રીષ્મા હત્યા કેશમાં આવ્યો નવો વળાંક! કોર્ટમાં ફેનીલના વકીલે જે વાત કહી તેને જાણીને ચોકી જાસો ગ્રીષ્મા અને ફેનીલના સંબંધ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં છેલ્લા ઘણા સમયથી દરેક જગ્યાએ ગ્રીષ્મા હત્યા કેશને લઈને લોકોમાં ચર્ચા થઇ રહી છે આપણે સૌ જાણીએ છીએ કે અહી ૧૨ ફેબ્રુઆરી ના રોજ સુરત માં એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગ્રીષ્મા ના ઘરે ગયો હતો જે બાદ તેણે ગ્રીષ્મા ના ભાઈ અને કાકા પર હુમલો કર્યો હતો તેવામાં વચ્ચે આવેલી ગ્રીષ્મા ને ફેનીલે બાથમાં લઈને ચાકુ વડે ગળું કાપી પરિવાર સામે જાહેરમાં હત્યા કરી હતી.
જોકે આ ઘટના બાદ આખા રાજ્યમાં ફેનિલ પ્રત્યે રોષનો માહોલ છે અને લોકો ફેનીલને સજા મળે તથા ગ્રીષ્મા ને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે ગ્રીષ્મા ની હત્યા બાદ આરોપી પોલીસની પકડમાં છે અને હાલમાં આ કેશ અદાલતમાં ચાલી રહ્યો છે અને તુરંત કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ગ્રીષ્મા પક્ષે સરકારી વકીલ નયન સુખડવાલા અને ફેનીલા પક્ષે વકીલ ઝમીર શેખ દ્વારા પોતાની દલીલો આપવામાં આવી છે.
કોર્ટમાં અનેક સબૂતો અને ગવાહ ને પેશ કરવામાં આવે છે કે જેની સર તપાસ અને ઉલટ તપાસ કરવામાં આવે છે તેવામાં જેમ જેમ કેશ આગળ વધી રહ્યો છે તેમ તેમાં અનેક નવા ખુલાસાઓ સામે આવે છે. હાલમાં ફરી એક વખત કોર્ટમાં ફેનિલ ના વકીલે જે વાત કહી છે તેને જાણી સૌ કોઈ ચોકી ગયા છે તો ચાલો આપણે આજની કાર્યવાહી અંગે વાત કરીએ.
જણાવી દઈએ કે અત્યાર સુધી ગ્રીષ્મા પક્ષે વકીલે અનેક ધારદાર દલીલો આપી છે જયારે આજે ફેનિલ પક્ષે વકીલે પણ આકરા સવાલો પૂછવામાં આવ્યા છે ફેનીલના વકીલે સૌથી પહેલા મૃત દેહના પોસ્ટમોર્ટમ ને લઈને સવાલ ઉઠાવ્યો કારણ કે તેમણે જણાવ્યું કે રેકોર્ડ મુજબ ગ્રીષ્માની બોડીને છ વાગ્યાના સમયે પોસ્ટમોર્ટમ રૂમમાં લઇ ગયા હતા જયારે એમ્બુલન્સ ના ડ્રાઈવર કહ્યું કે રાતના સાત વાગ્યા આસપાસ ગ્રીષ્મા ની બોડીને પીએમ માટે લઇ ગયા જેને લઈને કોઈની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે આ બાબત ને લઈને ફેનીલના વકીલે સવાલ કર્યા છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા માત્ર ૬ દિવસ માં જ સોપવામાં આવેલ ચાર્જશીટ ને લઈને પણ વકીલે સવાલ કરતા કહ્યું કે સરકારી વકીલ શું કરવામાં માંગે છે. ગ્રીષ્મા ના કાકા ને લક્ષમાં લઈને ફેનીલના વકીલે કહ્યું કે ગ્રીષ્મા પક્ષે વકીલે જે સાક્ષી રજુ કર્યા તે ખોટા છે કારણ કે ગ્રીષ્મા ના કાકા કહે છે કે તેઓ ફેનિલ અને ગ્રીષ્માં વિશે જાણતા નથી જયારે અન્ય સાક્ષી કહે છે કે તેઓ સાથે મળીને ફેનીલને સમજાવવા ગયા હતા કે તે ગ્રીષ્માનો પીછો ના કરે.
આ ઉપરાંત હત્યા ને લઈને ફેનીલના વકીલે કહ્યું કે આ હત્યા ઉસ્કેરાટ માં થઇ છે કારણ કે જયારે ફેનિલ ગ્રીષ્મા ની સોસાયટી માં દાખલ થયો ત્યારે તેના પર પથ્થર મારવામાં આવ્યા જેને લઈને પોતાને બચાવવા માટે ફેનીલે ગ્રીષ્માં ને બાથમાં લઈને આડી ઉભી રાખી હતી. આમ હાલમાં બંને પક્ષે આરોપ અને પ્રતિઆરોપ નો દોર શરુ છે