ગ્રીષ્મા હત્યા કેશમાં વકીલનો ચોકાવનાર ખુલાસો કોર્ટમાં કહી એવી વાત કે ગ્રીષ્મા ની હત્યા…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દરેક જગ્યાએ ગ્રીષ્મા હત્યા નો કેશ ઘણો ચર્ચામાં છે લોકો કેશ જલ્દી પૂરો થાય અને આરોપી ને તુરંત સજા મળે તે માટે માંગ કરી રહ્યા છે જેને લઈને હાલમાં કોર્ટમાં પણ કેશ ને લઈને ટ્રાયલ શરૂ છે તેમાં જેમ જેમ કેશ આગલ વધે છે તેમ નવા નવા ખુલાસા થાય છે ત્યારે આજે ફરી એક્વખત સરકારી પક્ષે કોર્ટ માં મહત્વ પૂર્ણ ખુલાસો કર્યો છે.
પહેલા જાણકારી માટે જણાવી દઈએ કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીનો છે એક ગ્રીષ્માં વૈકરીયા નામની યુવતી રહેતી હતી. કે જેને છેલ્લા ૧ વર્ષથી ફેનિલ પંકજ ગોયાણી નામનો એક તરફી પ્રેમી હેરાન કરતો હતો. એક દિવસ ફેનિલ ગ્રીષ્મા ના ઘરે ગયો અને ત્યાં જઈને તેને હેરાન કરવા લાગ્યો. જો કે ગ્રીષ્મા ના કાકાએ ફેનિલ મેં ઠપકો આપતા ફેનિલે ગ્રીષ્મા ના કાકા પર ચાકુ વડે હુમલો કર્યો. આ સમયે ગ્રીષ્મા નો ભાઈ કાકા ને બચાવવા જતા ફેનિલે ગ્રીષ્મા ના કાકા અને ભાઈ બંને ને ગંભીર રીતે ઘાયલ કર્યા. જે બાદ ગ્રીષ્મા તેમનેબચવવા આવતા ફેનિલે તેને પણ બાથ માં લીધી અને જાહેરમાં તેના પરિવાર સામેં આ ફેનીલે ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી હતી.
હાલમાં આ કેશ ને લઈને સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી જે અંગે ની વિગતો આ પ્રમાણે છે તેમણે કહ્યું કે ગ્રીષ્માની હત્યા અચાનક ઉશ્કેરાટનું પરિણામ નથી પરંતુ આ હત્યા એક ગણતરી પૂર્વક કરવામાં આવી છે જેની તૈયારી અગાઉ થઈ ચૂકી હતી. વકિલે હત્યા માટે વાપરવામાં આવેલ હથ્યાર ને લઈને કહ્યું કે ફેનિલ દ્વારા હત્યા માટે 7 કાપાનું ચપ્પુ ખરીદ્યું હતું આ ધારદાર ચાકુ ના ઘા થી શરીરના અવયવો પણ બહાર આવી.
આ ઉપરાંત સરકારી વકિલે ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે પ્રેમ પ્રકરણ હોવા અંગે પણ ઇન્કાર કર્યો આ કેશ માં સરકાર પક્ષ દ્વારા 105 સાક્ષી ચકાસવામા આવ્યા છે જે બાદ ક્લોઝિંગ પુરસીસ મૂકતા હવે કેશ ને લઈને અંતિમ દલીલો માટે નો સમય શરૂ થયો છે. જે ને લઈને આજે સરકાર પક્ષે દલીલો કરાઈ હતી. જેમાં હત્યા પ્રિ-પ્લાન્ડ મર્ડર હોવાનું જણાવવામાં આવ્યું. જેને લઈને 8 સાહેદ નજરે જોનારા છે. તે પૈકી આજે 4 સાહેદની જુબાનીનું વિશ્લેષણ કરવામાં આવશે.
જણાવી દઈએ કે આજે એટલે કે ગુરુવારના રોજ સરકાર પક્ષની દલીલોમાં એફએસએલના પુરાવા અંગે દલીલ થશે. આ અગાઉ હથ્યાર ને લઈને કહેવાયું હતું કે, ફેનિલ દ્વારા જ્યાંથી ચપ્પુ લીધુ હતું તે અંગે બાબત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઉપરાંત સાહેદે પણ ચપ્પુ ઓળખી બતાવ્યુ છે. જણાવી દઈએ કે હત્યા માટે બે ચપ્પુ લેવાયા હતા. કે જે સ્થળ પરથી મળી આવ્યુ હતુ.