India

શું તમે ક્યારેય હાથી ને પાણી પુરી નો આનંદ માણતા જોયો છે? હાથી એ માણ્યો પાણીપુરી નો સ્વાદ, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અને કોમેડી ફની વીડિયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને આજકાલ લોકોને સોશિયલ મીડિયા થકી ભરપૂર મનોરંજન મળી રહેતું હોય છે. આપણા ભારતમાં વસતા લોકોને ખાસ કરીને છોકરીઓ અને છોકરાઓને ફૂટપાથ ઉપર ઉભેલી નાસ્તા ની લારીઓ ઉપર નાસ્તો કરવાનો ખૂબ જ શોખ હોય છે. પરંતુ ક્યારેય તમે પાણીપુરીની લારી ઉપર કોઈ હાથીને પાણીપુરી ખાતા જોયો છે? જો ન જોયો હોય તો આ વીડિયોમાં જોવો.

આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક પાણીપુરીની લારી વાળો રોડ ના કિનારે પોતાની લારી લઈને ઉભેલો છે. ત્યાં આજુબાજુમાં ઘણી ભીડ જોવા મળે છે. પરંતુ થાય છે એવું કે એક હાથી બજારમાં આંટા મારતો મારતો સીધો પાણીપુરીની લારીવાળા પાસે આવે છે અને પાણીપુરીની લારીવાળા પાસે આવીને ઉભો રહી જાય છે.

ત્યારે પાણીપુરી વાળો પાણીપુરી બનાવીને એક પછી એક હાથીને આપે છે. હાથી પોતાની સૂંઢ વડે પાણીપુરી મોંમાં મૂકીને પાણીપુરીનો ભરપૂર આનંદ માણતો જોવા મળે છે. આ વિડીયો ભારત દેશના અસમ રાજ્ય નો જાણવા મળ્યો છે. હાથીને પણ પાણીપુરીનો સ્વાદ ખૂબ જ ચટપટો લાગે છે અને એક પછી એક પાણીપુરી ખાઈ રહ્યો છે. હાથી પાણીપુરી ખાતા થાકતો પણ નથી અને પાણીપુરી ખાઈને પાણીપુરીનો ભરપૂર આનંદ માણતો જોવા મળે છે.

આ વીડિયોને ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. જેને જોઈને લોકો ખૂબ જ અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવો સુંદર વિડીયો તો ભાગ્યે જ આપણને જોવા મળતો હોય છે. આજકાલના યુવાનોને પણ પાણીપુરીનો સ્વાદ ખુબ જ ચટપટો લાગતો હોય છે એવા માં પ્રાણીઓ પણ પાણીપુરી ખાવા માંથી પાછળ પડતા નથી અને પાણીપુરી ખાવાનો ભરપૂર આનંદ લઈ રહ્યા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *