ગાયક કલાકાર ગીતાબેન રબારી પતિ સાથે અમેરિકા માં માણી રહ્યા છે રજા ની મજા લેક માં ચલાવી જેટ સ્કી, જુઓ તસ્વીર.
ગુજરાતમાં ઘણા બધા ડાયરાના કલાકારો તથા ગાયક કલાકારો પ્રસિદ્ધ થઈ ચૂકેલા છે. જેમાં ગીતાબેન રબારી, ઉર્વશીબેન રાદડિયા, કિંજલબેન દવે, કિર્તીદાનભાઈ ગઢવી વગેરે એવા કલાકારો છે કે જે માત્ર ગુજરાતમાં જ નહીં ગુજરાતની બહાર પણ અનેક કાર્યક્રમો કરતા હોય છે. હાલમાં ગીતાબેન રબારીની તસવીરો ખાસ વાયરલ થઈ રહી છે.
ગીતાબેન રબારી તેમના પતિ સાથે અમેરિકામાં ખૂબ જ મોજ માણી રહ્યા છે. ગીતાબેન રબારી અને તેના પતિ બંને ના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ગીતાબેન રબારી તેના પતિ સાથે જેટ સ્કી લેક માં ચલાવતા જોવા મળે છે અને સુંદર સુંદર પોઝ આપી ના ફોટા પડાવતા જોવા મળે છે.
ગીતાબેન રબારી ની વાત કરવામાં આવે તો તેમણે નાનપણથી જ અનેક મુસીબતોનો સામનો કરેલો છે. તેમના પિતા કાનજીભાઈ રબારી ગાય, ભેંસો રાખીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગીતાબેન રબારી બે થી ત્રણ વર્ષ ના હતા ત્યારે તેમના પિતાને લકવો થઈ ગયો હતો. ત્યારે બધા જ પશુઓ વહેચી નાખવા પડ્યા હતા.
ત્યારબાદ આખો પરિવાર કચ્છના અંજાર તાલુકાના ટપર ગામમાં સ્થાયી થયો હતો. ગીતાબેન રબારી ના માતા ગીતાબેન રબારી ના ભણાવવા માટે ઘરે ઘરે કચરા પોતા કરતા હતા. ગીતાબેન રબારી ને નાનપણથી જ ગાવાનો ખૂબ શોખ હતો. ગીતાબેન સરકારી સ્કૂલમાં ભણવા જતા હતા અને સ્કૂલમાં અવારનવાર ગીતો પણ ગાતા હતા.
એકવાર ગીતાબેન રબારી ને કોઈ કાર્યક્રમમાં ગાવાનો મોકો મળ્યો જ્યારે તેને કાર્યક્રમમાં ગાયું ત્યારે તેને પહેલી વખત ₹500 નું ઇનામ મળ્યું હતું. બાદમાં નાના-નાના પ્રોગ્રામ કરવાના શરૂ કર્યા હતા. ગીતાબેન રબારી એ તેનું એક નવું ઘર ખરીદ્યું હતું. જેનું નામ તેને VINJU’S NEST રાખ્યું હતું. ઘરનું આ નામ રાખવા પાછળનું કારણ છે ગીતા રબારીનો માતૃત્વ પ્રેમ. ગીતા રબારીના માતાનું નામ વીંજુબેન ( VINJU) છે. ગીતાબેન રબારી ની હાલમાં ખૂબ જ સુંદર સુંદર તસવીરો વાયરલ થઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!