દયાબહેન ના ગળા ના કેન્સર ની ફેલાયેલ અફવા ને લઇ જેઠાલાલ-દિલીપ જોશી થયા ગુસ્સે કર્યો મોટો ખુલાસો કહ્યું કે,
આખા ભારતમાં છેલ્લા 14 વર્ષથી દરેક ઘરમાં પ્રસિદ્ધ કોમેડી ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. taarak mehta ka ooltah chashmah માં આવનાર દરેક પાત્રો લોકોના ખૂબ જ પ્રિય પાત્ર છે. જેમાં જેઠાલાલ અને દયાબેન નું પાત્ર ખૂબ જ આકર્ષક છે. લોકોને આ બે જોડી ખૂબ જ જોવી ગમે છે.
પરંતુ કેટલાક મહિનાઓથી દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણી હજુ સુધી શો મા પાછા આવ્યા નથી અને હવે શો માં પરત ફરી શકે તેવા કોઈ એંધાણ પણ જોવા મળતા નથી. પરંતુ હાલ સોશિયલ મીડિયા મારફતે દિશા વાકાણી ને લઈને એક ખોટા સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર એ હતા કે દયા બહેન એટલે કે દિશા વાકાણી એ ગળાનું કેન્સર થયું ત્યારબાદ તેનું નિદાન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.
પરંતુ આ સમાચારને લઈને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એ સ્પષ્ટતા કરી હતી કે આ વાત તદ્દન ખોટી છે. દિલીપ જોશે કહ્યું કે આ સમાચારોમાં કોઈ સત્યતા નથી. દિલીપ જોશી એ કહ્યું કે દિશા વાકાણીના ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી અભિનેત્રી ઠીક છે. બીજી તરફ દયાબેન ના ભાઈ એટલે કે સુંદર લાલ કે જેનું સાચું નામ મયુર વાકાણી છે. તેને પણ દયાબેનના ગળાના કેન્સરના સમાચારને નકારી કાઢ્યા છે.
આ ઉપરાંત સીરીયલના પ્રોડ્યુસર નિર્માતા અસિત મોદીએ પણ પોતાનું નિવેદન આપતા કહ્યું કે આ વાત તદ્દન ખોટી છે. અસિત મોદી કહે છે કે લોકો લાયક્સ અને ક્લિક માટે સોશિયલ મીડિયા ઉપર આવા અફવા ખોટા સમાચારો ફેલાવતા હોય છે. આમ દિશા વાકાણી એટલે કે દયાબેન ને કોઈ જ કેન્સર થયેલું નથી આ તદ્દન સાવ ખોટી વાત સામે આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!