શું તમે જાણો છો હળદર ના ફાયદા? આ દેશી ફાયદા જાણી તમે પણ……

મિત્રો પ્રાચીન ભારતના શાસ્ત્રો એ હાલના સમયે પણ ઘણા ઉપયોગી છે હાલનો સમય ભલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે પરંતુ પહેલાના સમયની વાત કરી તો આપણી સંસ્કૃતિમાં એવા અનેક ગ્રંથો લખાયેલા છે કે જે આપણને એવી અનેક સમસ્યાઓનું નિરાકરણ આપે છે જેનો લગભગ આજે વિચાર કરવો પણ અશક્ય છે.

મિત્રો પ્રાચીન ભારતમાં શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારની બાબતો જણાવવામાં આવી છે જેમાં આપણી રોજ-બ-રોજની વસ્તુઓ મારફતે આપણે કઈ રીતે સ્વસ્થ રહી શકીએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે અહીં એક એવી જ વસ્તુ વિશે વાત કરવાની છે કે જેનો ઉપયોગ આપણે દરરોજ આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ પરંતુ તેના ગુણોથી કદાચ આપણે વાકેફ ન પણ હોઈએ.

આપણે અહીં હળદર વિશે વાત કરવાની છે. હળદરને પ્રાચીન આયુર્વેદમા ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે હળદર ઘણી રીતે ગુણકારી છે.તો ચાલો આપણે હળદરના ફાયદા વિશે વાત કરીશું અને તેના રોજિંદા ઉપયોગથી શરીરને કઈ રીતે સ્વસ્થ બનાવી શકાય તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

ડાઘ દૂર કરો: આપણે ઘણી વખત, રસોડામાં કામ કરતા કરતા આપણો હાથ કૂકર અથવા તાવડી સાથે લાગી જાય છે અને આપડે દાજી જાઈએ છીએ, પરન્તુ જો આવી દાઝેલિ જગ્યા પર થોડી હળદર લગાવો, તો તેના કારણે દાઝવાની છાપ રહેતી નથી.

ઉત્તમ પ્રતિઓક્સિકારક: હળદર આપણા શરીરમાં એક પ્રકારે ઉત્તમ પ્રતિઓક્સિકારક તરીકે પણ કામ કરે છે, જો તમને શરીરમાં કોઈ પણ પ્રકાર નો ચેપ લાગ્યો હોઈ અથવા તો કોઈ પણ રોગ હોય, અને જો તમને શરીરમાં આવા ચેપ અથવા રોગ સામે રક્ષણ મેળવવો હોઈ તો દરરોજ દૂધમાં થોડી હળદર નાખીને પીવાથી તે મદદ કરી શકે છે.

જમવામાં:- તમારા જમવામાં જો તમે હળદરનો ઉપયોગ કરો, તો તે શરીર માટે ઘણું ઉપયોગી છે, તે શરીર ની અંદરથી દરેક રોગ સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે પણ ઉપયોગી છે.

 શરદી માં ઉપયોગી: જો તમેને શરદીએ હેરાન કરી મૂક્યા છે, તો પછી હળદરનો ઉકાળો બનાવીને પીવો તો તે શરદી ને જડ મૂળ માંથી મટાડી દેશે, આ માટે તમારે પાણીમાં તુલસીના પાન, થોડું આદુ અને એક ચમચી હળદર નાખીને સારી રીતે ગરમ કરવાની, અને અંતે તેમાં થોડું મધ ઉમેરવાનુ. અને તેને દિવસમાં બે વખત પીવો, થોડા જ દિવસમાં તમારી શરદી મૂળમાંથી સમાપ્ત થશે.

ઊંડા ઘા પર પણ ઉપયોગી: જો તમને ખૂબજ ઊંડો ઘા વાગ્યો હોય તો હળદર તમને ઉપયોગી છે. હળદર શરીર માં એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે, આ માટે એક ચમચી હળદર અને એક ચમચી અનંતમૂલળ નો ઉકાળો પાણીમાં નાંખો અને તેને થોડું થોડું પીવો, તે ઘા પર એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે. અને ઘા ને મટાડવામાં મદદ કરે છે.

હળદર ને ભગવાન ની પૂજામાં પણ તેનો સારો એવો ઉપયોગ છે કોઈ પણ પૂજા હળદર વગર કરી શકાય નહીં. દરેક પૂજા પાઠ કરતા પહેલા પણ આપણે ઘરના દરવાજા પર હળદર લગાવીએ છીએ તેનાથી ઘરની અંદર સારી ઉર્જા આવે છે, તેમજ આ જંતુઓને ઘરની અંદર આવતા અટકાવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *