માંતા ના દૂધ ની જેમ ગુણકારક છે આ જાનવર નું દૂધ, વેચાઈ છે ૨૫૦૦ રૂપિયે પ્રતિ લીટર.

દૂધ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. આમાં ઘણા પ્રકાર ના પોષણ તત્વ મળીઆવે છે જે આપણા શરીર ને મજબુત બનાવે છે. તે માટે છોકરા થી લઈ મોટા સુધીના બધ્ધા ને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. દુધમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે ભારત માં લોકો ભેંસ, ગાય અને બકરી નું દૂધ વધારે પીવે છે. આ દુધોની કિંમત બજાર માં પચાસ રૂપિયે પ્રતિ લીટરની આજુ બાજુ હોય છે.

પણ આજે અમે તમને એક એવા ખેડૂત સાથે મેળવવા ના છીએ જે ઘોડી નું દૂધ વેચીને કરોડપતિ બની ગયા. આ ખેડૂત અઢીહજાર રૂપિયે પ્રતિ લીટર ઘોડીનું દૂધ વેચે છે. તેના દૂધ ને ઘણા મોટા મોટા સેલીબ્રીટી પણ ખરીદે છે.

યુ.કે ના સોમરસેટ માં રહેવાવાળા ૬૨ વર્ષ ના ફ્રેંક શેલ્લાર્ડ ઘોડીનું દૂધ વેચવા નો ધંધો કરે છે. આ ધંધાએ તેમને કરોડપતિ બનાવી દીધો. તેમની પાસે કુલ ૧૪ ઘોડીઓ છે. ભવિષ્ય માં તે આ ઘોડીઓ ની સંખ્યા હજુ પણ વધારવાના છે. તેનું કારણ છેકે યુ.કે માં અચાનકથી ઘોડીના દૂધ ની માંગ બોવાજ વધવા લાગી.

ફ્રેંક ઘોડી નું દૂધ ૨૫૦ml ની બોટલ માં પેક કરીને વેચે છે. આ એક બોટલ ની કીમત ૬૦૦ રૂપિયા થી પણ વધારે છે. એની ઘોડીનું દૂધ ૨ હજાર ૬૨૮ રૂપિયે પ્રતિ લીટર ના હિસાબથી વેચાય છે. વર્તમાન માં ફ્રેંક ની પાસે દોઢસો થી વધારે ગ્રાહક છે. એમાં યુ.કે ના ફેમસ લોકોનો પણ શમાવેસ થાઇ છે. આ બધાજ ઘોડી નું દૂધ પીવાનું પસંદ કરે છે.

ફ્રેંક ના મતે ઘોડીનું દૂધ ગુણ માં ગય ના દૂધ કરતા પણ વધારે સારું હોય છે. તેમનું કહેવું છેકે ફક્ત બજારમાં જાહેરાત ને કારણે ગાય ના દુધને લોકપ્રિયતા મળી છે.  સાચું એ છેકે ઘોડીના દૂધમાં ગાય ના દૂધ કરતા પણ વધારે પોષક તત્વ મળે છે.

ફ્રેંક પોતે રોજ એક લીટર ઘોડી નું દૂધ પીવે છે. જેનાથી તેમના શરીરમાં સકારાત્મક પ્રભાવ પડે છે. તેઓ આ દૂધ ને તેની દીકરી અને તેના દાદી ને પણ પીવરાવે છે. ઘોડી ના દુધમાં ફેંટ નું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આમાં વિટામીન સી નું ભરપુર પ્રમાણ હોય છે. આ દૂધ એટલું સારું હોય છે કે અમુક લોકો તોઆ દૂધ ની સરખામણી મહિલા ના દૂધ સાથે કરે છે.

જોકે તમને કદાચ મોકો મળે તો શું તમે ધોડી નું દૂધ પીવાનું પસંદ કરશો?  શું તમે આની માટે  પોતાના ખિસ્સા માંથી અઢીહજાર રૂપિયા પ્રતિ લીટર માટે આપશો? તમારા જવાબ અમને કમેન્ટ વિભાગ માં જરૂર આપો. સાથે આ માહિતી ગમી હોય તો બીજાની વ્યક્તિઓ સુધી પહોચાડો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *