હિંમતનગર- બોર લેતી મહિલા ના ગળા માંથી યુવાન 1-તોલા સોના નો દોરો લઇ ને થયો રફુચક્કર, જુઓ ઘટના ની તસવીરો.
આપણા ગુજરાતમાં લૂંટફાટ અને ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અને જાણે કે ખાખી વર્દીનો ડર લોકોમાં રહ્યો ના હોય તેમ દિન દહાડે ચોરી કરીને નાસી છૂટતા હોય છે. એવી જ એક ઘટના હિંમતનગર ના બેરણા રોડ ઉપર બની હતી. જેમાં એક મહિલા પોતાના ઘરની બહાર બોરની ખરીદી માટે આવ્યા હતા. તે સમયે બે બાઈક ચાલક આવ્યા અને તેમાંથી એક યુવાન કે જે પાછળ બેસ્યો હતો તે યુવાને ઉતરીને મહિલાના ગળામાંથી ચેન ચોરી કરી લીધી હતી.
વધુ વિગતે વાત કરવામાં આવે તો આ ઘટના હિંમતનગરના બેરણા રોડ ઉપર આવેલા ગુલમહોર ફ્લેટની બાજુમાં વલ્લભ રેસીડેન્સીમાં 27 નંબરમાં રહેતા ઉષાબહેન રાજેશકુમાર પરમાર સાથે બની હતી. ઉષા બહેન બપોરના સમયે ત્રણ વાગ્યાની આજુબાજુ બોર વેચવાવાળા બહેનની પાસે બોર લેવા આવ્યા હતા. તે સમયે ઉષાબહેન અને બોર વેચવા વાળા ઘરની બહાર બેઠા હતા.
તે સમયે બે બાઈક સવાર યુવાનો આવે છે. જેમાંથી એક બાઈક સવારે હેલ્મેટ પહેર્યું હતું તો પાછળ બેસેલા એ મોઢા ઉપર માસ્ક પહેરેલું હતું. યુવક બોર ચાખવાના બહાના હેઠળ મહિલાઓ પાસે આવે છે અને મોકો ગોતીને યુવાને બોર લેતી મહિલાનું માથું પકડ્યું અને તેના ગળામાંથી સોનાનો દોરો લઈને નાસી છૂટ્યો હતો. તો આ ઘટના બાદ બોર લેતી મહિલા અને બોર વેચતી મહિલા બંને તેની પાછળ દોડી હતા અને બૂમાબૂમ કરી હતી.
પરંતુ તે બંને યુવાનો નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ હિંમતનગરના એ-ડિવિશન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા છે કે જ્યાં લાગેલા સીસીટીવી કેમેરા રેકોર્ડ થવા પામ્યા હતા. મહિલાએ દોરાની કિંમત 53,000 જણાવે કે જે લગભગ એક તોલાનો દોરો હતો. આમ દિન દહાડે આવી ઘટના બનતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય થવા પામ્યા છે. હિંમતનગર અને તલોદમાં 24 કલાકમાં ચોરીની ત્રણ ફરિયાદ નોંધવામાં આવેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!