ભાઈ સાથે ફરવા નીકળેલ યુવકની અંતિમ સફર! અકસ્માતમાં યુવકનુ કરુણ મોત જેબાદ પિતાએ કહી એવી વાત કે
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં હિટ એન્ડ રન ના બનાવો ઘણા સામે આવી રહ્યા છે વ્યક્તિ ની ખોટી ઉતાવળ ના કારણે અન્યનો જીવ જોખમાઇ જાય છે અને ઘણી વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. લોકોમા જાણે માનવતા મારી ગઈ હોઈ તેમ અકસ્માત બાદ લોકો ઈજાગ્રસ્ત વ્યક્તિ ને બચાવ્વાની કોશિશ પણ કરતા નથી અને ત્યાંથી ભાગી જાય છે.
હાલમાં આવોજ એક ગંભીર બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક કાર ચાલાકે બાઈક ને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જે બાદ ગાડી સવાર વ્યક્તિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો વાત આ ગંભીર અકસ્માત અંગે કરીએ તો અકસ્માત પાલ અન્નપૂર્ણ મંદિર નજીક વળાંક પાસે સર્જાયો હતો.
જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા યુવક અંગે કરીએ તો તેનું નામ ભાવેશ પ્રમોદચંદ્ર જરીવાલા છે કે જેમની ઉંમર 28 વર્ષ ની હતી જો વાત તેમના પોતા અંગે કરીએ તો તેમનું નામ પ્રમોદ ભાઈ જરીવાલા છે કે જેઓ પાલિકાના ઉધના ઝોનમાં અધિકારી છે, જ્યારે ભાવેશ પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતો હતો જાણવી દઈએ કે ભાવેશ પોતાના પિત્રાઇ ભાઈ સાથે સ્કૂટર પર ફરવા નીકળ્યો હતો ત્યારે એક ગાડીએ તેને ટક્કર મારતાં ભાવેશ હવામાં ઉચે જઈને પછડાયો અને માથે ઈજા થતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો જ્યારે ભાવેશ નો પિત્રાઈ ભાઇ ને ગંભીર ઈજા પહોંચી હતી.
યુવાન દિકરાના નિધન થી પરિવાર માં શોક નો માહોલ છે માતા પિતાની આખો શુકાતી નથી. વારંવાર ન્યાય ની માંગણી કરે છે અને ગાડી ના ડ્રાઈવર ને પકડી કડક સજા આપવા માટે પોલીસ ને ગુજારિશ કરે છે. ભાવેશ ના પોતાએ જણાવ્યું કે તેમનું સપનું પુત્રના લગ્ન ધૂમ ધામ થી કરાવવાનું હતું. પરંતુ આ સપનું અધૂરું રહી ગયું આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે પાંડેસરા મા માતા દીકરીના રેપ વિથ મર્ડર કેસને 56 સેકન્ડના સમય માં સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી ફાંસીની સજા અપાવનાર સુરત પોલીસ મારા દીકરાને ભરજવાનીમાં મોતની ચાદર ઓઢાડનારને સજા અપાવે એ જ એકમાત્ર માગણી કરી રહ્યા છે.
જોકે હાલમાં અકસ્માત ની ઘટના ને 60 કલાક વીતી ગ્યા પછી પણ પોલીસ ગાડી ચાલાક ની ખોજ કરી શકી નથી. હાલમાં સોશ્યલ મીડિયા પર આ અકસ્માત ને લઈને સીસીટીવી ફૂટેજ સામે આવી રહી છે જેમાં બાઇકને ટક્કર મારીતી અને સંજીવ કુમાર ઓડિટોરિયમ તરફ ભાગતી એક ગાડી દેખાય છે.