ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ સાથે લાઈવ સ્ટેજ પરફોર્મ સમયે બની ભયાનક ઘટના ગુસ્સે થઇ અભિનેત્રી એ કર્યું આવું જુઓ વિડીયો.

ભોજપુરી સિનેમા ની પ્રખ્યાત અભિનેત્રી એટલે અક્ષરા સિંહ. અક્ષરા સિંહ તેની એક્ટિંગ માટે ખૂબ જાણીતી છે. અક્ષરા સિંહની એક્ટિંગ જ નહીં તેનો સૂરિલો અવાજ પણ લોકોને દીવાના કરી દે છે. અક્ષરા સિંહ તેના ગીતોના લાઈવ પરફોર્મન્સ આપવા માટે અનેક જાહેર જગ્યાઓમાં જતી હોય છે. જેમાં અક્ષરા સિંહ ને સાંભળવા માટે હજારો લોકો પહોંચતા હોય છે પરંતુ હાલમાં અક્ષરા સિંહ સાથે કંઈક એવી ઘટના બની કે જેને કારણે વચ્ચે થી જ ગીત ગાવાનું છોડી દીધું.

અક્ષરા સિહ નો જ્યારે કાર્યક્રમ હોય છે ત્યારે તેને સાંભળવા લોકો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થતા હોય છે. અક્ષરા સિંહના સુરીલા અવાજ ઉપર લોકો નાચ્યા વગર રહી શકતા હોતા નથી. તાજેતરમાં એક લાઈવ સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન એક એવી ઘટના બને છે કે જેમાં એક ચાહકે તેની તમામ હદ વટાવી દીધી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે તેમ અક્ષરા સિંહ સ્ટેજ ઉપર પર્ફોર્મ કરી રહી હતી. આ સમયે તેણે વાંકડિયા વાળ રાખેલા હતા અને ચહેરા ઉપર હળવો મેકઅપ કરેલો જોવા મળે છે. અક્ષરા સિંહ જ્યારે ગાવાનું શરૂ કરે છે તો તેવામાં એક વ્યક્તિ સ્ટેજ ઉપર આવી ચડે છે અને અક્ષરા સિંહ ઉપર રૂપિયાનો વરસાદ કરવાનો શરૂ કરે છે. એવામાં અક્ષરા સિંહ ને તે વ્યક્તિનું આ વર્તન બિલકુલ પસંદ ન આવ્યું અને અક્ષરા સિંહ તરત જ ગાવાનું બંધ કરીને માયક મૂકીને જતી રહી હતી.

અક્ષરા સિંહને આ દર્શકનું વર્તન પસંદ ન આવ્યું અને તે સ્ટેજ છોડીને ચાલી ગઈ તો દર્શકોને પણ અક્ષરા સિંહની આ હરકત બિલકુલ પસંદ ન આવી. જ્યારે અક્ષરા સિંહ સ્ટેજ છોડીને ચાલી ગઈ ત્યારબાદ તેના ચાહકોએ સ્ટેજ ઉપર પથ્થરોનો વરસાદ કર્યો હતો અને અભિનેત્રીએ જે રીતે વર્તન કર્યું તે વર્તનને જોઈને તેના ચાહકો પણ અભિનેત્રી ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા.

તો બીજી તરફ અક્ષરા સિંહ તે દર્શક ઉપર ગુસ્સે થયેલી જોવા મળતી હતી. આમ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈક લોકો અક્ષરા સિંહને ટ્રોલ કરી રહ્યા છે તો કોઈ લોકો અક્ષરા સિંહ સાથે જે ઘટના બની તેને જોઈને દર્શકોને ટ્રોલ કરી રહ્યા છે આમ લોકો પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *