હુમા કુરેશી એ એવું તો શું કર્યું કે સોનાક્ષી સિંહાએ તેને લીગલ નોટિસ મોકલવાની ધમકી આપી જાણો આખી ઘટના….

મિત્ર તમને જણાવી દઈએ કે હાલ અનેક તહેવારો નો સમયગાળો ચાલી રહ્યો છે આવા તહેવારો ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વમાં ઘણી જગ્યાએ ઉજવાઈ રહ્યો છે. તેવો જ એક તહેવાર નું નામ હેલોવીન છે આ તહેવારમાં લોકો ડરાવણો પોશાક પહેરીને એકબીજાની સામે જાય છે. અને એકબીજાને ડરાવીને મોજ મસ્તી કરે છે.

જોકે આ તહેવારનો ક્રેઝ વિદેશમાં વધુ છે પરંતુ હવે વિશ્વના લગભગ તમામ દેશોમાં ધીરે ધીરે આવો ક્રેઝ વધવા જઇ રહ્યું છે. તેવામાં આપણા ભારતમાં પણ ઘણા એવા લોકો છે કે જે આ પ્રકારનું તહેવાર ઉજવાય છે જેમાં ભારતીય સિનેમાના મોટા મોટા કલાકારોને પણ સમાવેશ થાય છે આપણે અહીં એવા જ એક કલાકાર વિશે વાત કરવા જઈએ છીએ કે જેમની આવું હેલોવીન ઉજવ્વુ ભારે પડ્યું છે. તો ચાલો આ સમગ્ર ઘટના અંગે વધુ માહિતી મેળવીએ.

હેલોવીનને લઇ ને આ ટકરાવ હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા વચ્ચે જોવા મળ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે સોમવાર ના દિવસે સોનાક્ષી સિંહાએ હુમા કુરેશીને ‘કાનૂની નોટિસ’ મોકલવાની ધમકી આપી હતી. સોનાક્ષી એ આ ધમકી તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી હતી. તમને જણાવી દઈએ કે આ ધમકી ફક્ત મજાક ખાતર હતી. સોનાક્ષીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માં હુમા કુરેશી ની પોસ્ટ શેર કરતા લખ્યું કે, ફક્ત તમારી પ્રશંસા માટે મારા ફોટાઓ પોસ્ટ કરવાનું બંધ કરો. નહીંતો હું કાનૂની નોટિસ મોકલીશ.

તમને જણાવી દઈએ કે આ ફોટા માં હુમા હાથમાં માસ્ક પકડીને તેનો ચહેરો ઢાંકતી નજરે પડી રહી છે. આ માસ્કમાં ફક્ત તેમની આંખો જ દેખાય છે. તેમણે કાળા કલર નો આઉટફિટ પહેર્યો છે. તેમના આ ફોટા પર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ કમેન્ટ કરી હતી. જે પૈકી સોનાક્ષી સિંહા પણ એક હતી. આ ફોટા પર સોનાક્ષીએ કોમેન્ટમાં કરતા લખ્યું કે, માફ કરજો તમે મારી રજા વગર મારી તસવીરો કેમ શેર કરી રહ્યા છો? આવું લખીને તેમણે પોતાના કેપ્શનમાં હસતા ઈમોજીનો પણ ઉપયોગ કર્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *