15-ગુનાના આરોપી ની હત્યા તેની જ પત્ની અને સાળા એ કરી નાખી…કારણ જાણી ને તમે પણ હચમચી જશે
આજના જમાના માં ગુનાખોરી નું તત્વ ખુબ જ વધી ગયું છે. ગુના નું પરિણામ ક્યારેક મોટું આવતું હોય છે. લોકો નાની નાની વાતો માં ખૂનખરાબા પર ઉતરી આવે છે અને એકબીજા ની હત્યા નિપજાવી દેતા હોય છે. એવો જ એક હત્યા નો બનાવ ગુજરાત ના મહેસાણા જિલ્લા નો સામે આવ્યો છે. મહેસાણા જીલાના ગોપીનાળા પાસે ની એક ગલી માં રહેતા ગોપાલ રાઠોડ ની હત્યા તેની જ પત્ની અને સાળા એ કરી નાખી છે.
વિગતે જાણવા મળ્યું કે ગોપાલ રાઠોડ પણ એક ગુનેગાર જ હતો. ગોપાલ રાઠોડ પર 15 થી પણ વધુ ગુનાઓ દાખલ હતા. તેના લગ્ન થઇ ગયા હોવા છતાં તે અન્ય કેટલીય સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતો હતો. આ વાત ની જાણ તેની પત્ની કેશર ને થતા તે બન્ને વચ્ચે ઝગડો થઈ રહ્ય્યો હતો. જયારે ઝગડો થતો હતો ત્યારે તેનો સાળો સુરેશ ઠાકોર બનેવી પાસે 5000 રૂપિયા ઉછીના લેવા આવ્યો હતો.
જેમાંથી ભાઈ-બહેન અને બનેવી વચ્ચે ઝગડો થયો હતો. આ દરમિયાન ગોપાલે તેના સાળા ને મારવા છરી કાઢી પણ તેની પત્ની વચ્ચે આવી જતા તેને છરી વાગી હતી. આ જોઈ સુરેશ ગુસ્સે ભરાણો અને બહાર થી લોખંડ ની પાઇપ લઇ આવ્યો અને ભાઈ બહેને ગોપાલ ને આડેધડ ઘા મારિને તેનું મૃત્યુ નિપજાવી દીધું હતું.
ભાઈ બહેન લોખંડ ની પાઇપ લઈને એ-ડિવિઝન પર હાજર થઇ ગયા હતા. આ ઘટના ની જાણ ગોપાલ ના પરિવાર ને થતા તેઓએ ભાઈ બહેન પર લૂંટ નો આરોપ પણ લાગાવ્યો અને કહ્યું કે ગોપાલ ના ગળા માં 11-તોલા ની સોનાની ચેન, 3-તોલા નુ પેન્ડલ, 2-વીંટી હતી તે હવે હાથે નથી આવતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.