રાજકોટ ના રીબડા ગામમાં યોજાયેલ લોકડાયરામાં કલાકારો એ એવી રમઝટ બોલાવી કે ચારે તરફ રૂપિયા ની પથારી થઇ ગઈ…જુઓ વિડીયો
ગુજરાત માં અવારનવાર લોક્ડાયરાઓ નું આયોજન થતું હોય છે. ગુજરાત માં આવેલ ડાયરાના કલાકાર લોકો માં ખુબ જ પ્રિય છે. ગુજરાત ના ડાયરાના કલાકારો દેશ ની બહાર વિદેશ માં જઈને પણ પોતાની અદભુત કલાનોં પરિચય કરાવતા હોય છે. ગુજરાત માં ગમે તે જગ્યા એ ડાયરાનો પ્રોગ્રામ હોય લોકો દૂર દૂર થી કલાકારો ને સાંભળવા માટે આવતા હોય છે.
હાલમાં જ રાજકોટ ગોંડલ પર આવેલ રીબડા ગામે ભવ્ય લોકડાયરાનું આયોજન થયું હતું. આ ડાયરામાં ગુજરાત ના પ્રખ્યાત કલાકારો એવા કિર્તીદાન ગઢવી, સાઈરામ દવે, ઓસમાન મીર, બ્રિજરાજદાન ગઢવી જેવા કલાકારો એ ભાગ લીધો હતો. રીબડા ગામ પૂજ્ય શ્રી રમેષભાઈ ઓઝા ની ભાગવત સપ્તાહ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાયરામાં અતિથિ તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, રાજકોટ ડેરી ના ચેરમેન ગોરધન ધામેલીયા એ હાજરી આપી હતી. અને લોકો એ આ ડાયરામાં ખુબ જ રૂપિયા નો વરસાદ કર્યો હતો. એટ્લો બધો વરસાદ કર્યો કે ચારેબાજુ નોટો ની પથારી થઇ ગઈ. સ્ટેજ પર ચારેબાજુ 20-50-100-500 ની નોટો જ જોવા મળતી હતી.
કલાકારો એ ડાયરની એવી રમઝટ બોલાવી કે રૂપિયાનો વરસાદ કરતા લોકો થાકતા ન હતા. સાહિત્ય, દેશભક્તિ અને બીજા અનેક જાણીતા ગીતો પ્રસંગીઓ ની રમઝટ બોલવામાં આવી હતી. ગુજરાત માં ડાયરાનું આયોજન થાય અને રૂપિયા નો વરસાદ ન થાય તેવું બને જ નહિ. ગુજરાત માં ડાયરા નું અનેરું મહત્વ છે.