હવામાન વિભાગે આપી મહત્વ ની જાણકારી. ”અસાની” વાવાઝોડું હાલ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, જાણો વિગતે.
ભારત માં વર્ષ માં અનેક કુદરતી આફતો આવતી જ રહે છે. ભારત અનેક કુદરતી આફતો નો સામનો કરતો હોય છે. કુદરતી આફતો ને લીધે ખુબ જ મોટા પ્રમાણમાં તારાજી સર્જાતી હોય છે. ધરતીકંપ, વાવાઝોડા, અતિવૃષ્ટિ જેવી અનેક કુદરતી આફતો આવે છે. જેનો સામનો કરવો અઘરું થઇ પડે છે. આફતો જતી રહ્યા બાદ ઠેર ઠેર બરબાદી ના દ્રશ્યો જોવા મળે છે. લાખો લોકો બેઘર થઇ જાય છે. લોકો ના ઘરો તબાહ થઇ જાય છે.
આ વર્ષે એવું જ એક વાવઝોડુ અસાની આવ્યું અને તેના લીધે હજુ પણ પૂર્વોત્તર ના કેટલાય રાજ્યો હાય એલર્ટ પર છે. આ વાવાઝોડું ઓડિશા ના દરિયાકિનારે પહોંચ્યા બાદ હવે બંગાળ ની ખાડી માં ધીમે ધીમે આનો પ્રભાવ આગળ વધતો જાય છે. પશ્ચિમ માં 12 તારીખ સુધીમાં આની અસર વર્તાશે અને આની અસર બિહાર અને ઝારખંડ માં જોવા મળશે.
ઝારખંડ માં આજે વરસાદ ના ઝાપટા જોવા મળ્યા હતા. સૂર્ય ના આછા કિરણો સાથે વાતાવરણ ખુશનુમા લાગે છે. છેલ્લા 24 કલાક માં સૌથી વધુ તાપમાન 40.3 ડિગ્રી ડાલ્ટનગંજ માં નોંધાયું હતું. અને સૌથી નીચું તાપમાન રાંચી માં 23.8 ડિગ્રી સુધી નુ નોંધણું હતું. ઓડિશામાં વાવઝોડુ ધીરુ પડી રહ્યું છે અને તેની અસર બિહાર અને ઝારખંડ રાજ્યો માં ખાસ જોવા મળે તેમ છે. અત્યારે અસાની વાવાઝોડું વિશાખાપટનમ થી 330 કિલોમીટર દક્ષિણ-પૂર્વ માં છે. અત્યારે ખાસ આંધપ્રદેશ રાજ્ય માં આની અસર વર્તાય રહી છે.
12 તારીખ થી દક્ષિણ પૂર્વ ના કેટલાક રાજયો માં યલો એલર્ટ જાહેર થયેલું છે. રાંચી સ્થિત મોસમ વિજ્ઞાન કેન્દ્ર ના જણાવ્યા મુજબ ઝારખંડ માં દક્ષિણ ભાગ તથા ઉત્તર-પૂર્વ અને મધ્ય માં વરસાદ આવવાની સંભાવનાઓ છે. આ સંભાવના સાથે 30-40 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ છે.