જૂનાગઢમાં. યોજાયેલ સંત સંમેલનમાં સનાતન ધર્મ વિશે બોલ્યા માયાભાઇ! એવી વાત કહી કે વિડીયો જોઈ તમે પણ કેશો “વાહ માયાભાઇ…
આજ રોજ જૂનાગઢ ખાતે ભવનાથના સાંનિધ્યમાં આવેલ ગોરક્ષનાથ આશ્રમ ખાતે મહાસંત સંમેલન યોજાયેલ. આ સંમેલનમાં ગુજરાતભરના સંતો અને મહંતોની હાજરીમાં અલગ-અલગ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે, આ સંમેલનમાં ગુજરાતના લોક સાહિત્ય કલાકાર માયાભાઈ એ એવી વાત કરી કે ચારો તરફ ચર્ચાઓ થઈ રહી છે.
લોક સાહિત્ય કલાકાર માયાભાઇ અહિરે કહ્યું કે, તમે લોકો વીડિયોની બંને બાજુની 10-10 મિનિટ સાંભળી લો, તો ખબર પડશે કે આવું કોઈક બોલ્યા છે, આપણે તો તેમના ચરણોની રજકણ કહેવાય. હું કઈ રીતે શિવ વિશે ખરાબ બોલી શકું, હું 13 વર્ષથી શ્રાવણ મહિનો રહું છું. હું 7 લાખ આહુતિઓ પૂરી કરું છું. આ કોઈ હું જાહેરાત નથી કરતો, આ વખતે મેં ત્રણ મહાઋદ્ર પૂરા કર્યા છે.
ખરેખર આ વાત સો ટકા સાચી છે, કારણ કે માયાભાઈ આહિરે શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર યજ્ઞ પૂર્ણ કર્યા હતા અને આ તમામ પ્રસંગની તસ્વીરો તેમને સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરી હતી. હાલમાં જ્યારે એક તરફ સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે, ત્યારે સનાતન ધર્મની રક્ષા કાજે વિશેષ આ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુઁ
માયાભાઈએ સનાતન ધર્મને લઈને જે આ વાત કહી છે, તે હાલમાં ખૂબ જ ચર્ચાઇ રહી છે. સૌથી ખાસ વાત એ કે આ મહાસંમેલનમાં ખાસ એક સમિતીની રચના કરવામાં આવી છે, જે સનાતન ધર્મની રક્ષણ કરવા માટે રચાયેલ છે. જે રીતે હાલમાં દિવસે ને દિવસે સનાતન ધર્મ ને લઈને માં બોલવાની વાતો અને ક્રિયાઓ થઈ રહી છે, આ કારણે મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે.
— Gujarati Akhbar (@TodayGUJARAT1) September 21, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.