Gujarat

કોલસા નો સંકટ ઘટે તેવી આશંકા હવે દેશ માં નહિ થાઈ અંધારું ઓલ ઇન્ડિયા….

Spread the love

મિત્રો આપડે સૌ જાણીએ છીએ કે પાછલા ઘણા સમય થી ફક્ત દેશમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં કોલસાનો સંકટ જોવા મળી રહીયો છે આ સંકટ ની ઝપેટમાં હાલ આપણો દેશ પણ આવીગયો છે. કોલસા ની અછત પાછળ નું કારણ વિસ્વ બજાર માં કોલસા ની વધતી કિંમત અને કોરોના બાદ સમગ્ર દુનિયા જયારે ખુલ્લી રહી છે ત્યારે કોલસાની માંગ માં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

તેવામાં કોલસા ની અછત ફક્ત ભારત માં જ છે તેવું નથી પરંતુ હાલ વિશ્વમાં તમામ દેશો જેમાં વિકસીત દેશોનો સામાવેશ થઇ જાય છે. આવા તમામ દેશોમાં કોલસાની અછત માથાનો દુખાવો બની રહી છે. તેને કારણે ભારત સહીત અનેક દેશો એ પાવર કટ ની જાહેરાત કરી છે. પરંતુ હાલ મળતા સમાચાર એ રાહત આપનાર છે. મિત્રો તમને જણાવી દઈએ કે હવે લગભગ ભારત માં આવા પાવર કટ નહિ જોવા મળે.

મળતી માહિતી મુજબ વીજળીના આવા સંકટથી બહાર નીકળવા માટે હવે કોલ ઈંડિયા એ કોલસા ની માંગ ને પહોંચી વાળવા કવાયત હાથ ધરી છે. અને પોતના રેન્કમાં વધારો કરી રહી છે. તમને જણાવી દઈએ કે હાલ કોલ ઇન્ડિયા ની સહયોગી કંપની બીસીસીએલ એ કોલસા ની આપૂર્તિ નો પોતાનો લક્ષ મેળવી લીધો છે. ઓલ ઇન્ડિયાએ પાવર સેક્ટર ને 310 રેન્ક કોલસો પહોચાડવાનો લક્ષ રાખ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 279 રેન્ક પેહોચાડી દેવાયો છે. જે પહેલા કરતા 30 થી 35 રેન્ક વધારે છે.

તમને જણાવી દઈએ કે એક રેન્ક માં ચાર હાજર ટન કોલસો હોઈ છે. કોલસાની અછત ની પાછળ નું એક કારણ ગુલાબ વાવાઝોડું પણ છે. આ વાવાઝોડા ને કારણે કોલસાની ખુલ્લી ખીણો માં પાણી ભરાઈ ગયા જેને કારણે ઉત્પાદન પર માઠી અશર પહોચી. પરંતુ હાલ આ પાણી દૂરકરી ફરી ઉત્પાદન વધારવા પર જોર મુકવામાં આવી રહ્યું છે.

ઓલ ઇન્ડિયા એ તેમની તમામ સહિયોગી કંપની ઓ ને આદેશ આપીયા છે કે કોઈ પણ વીજળી કંપની ને કોલસાની અછત સર્જાવી જોઈએ નહિ. આ કામગીરી માટે રેલ વિભાગ પણ હવે મદદે આવ્યો છે. ટ્રેનમાં કોલસા ભરીને વીજળી કંપનીઓ સુધી પહોંચાડવાની કામગીરી રેલવે વિભાગએ શરૂ કરી છે.
કોલસા ના સંકટ ને ધ્યાનમાં રાખી હાલ આવી ટ્રેનો કે જે કોલાસો લઇ જાઈ છે તેમને પ્રથમ પ્રાથમિકતા આપાઈ રહી છે.

જો ઉત્પાદન ની વાત કરીએ તો કોલ ઇન્ડિયા એ 19.20 લાખ ટન કોલસાના ઉત્પાદન નો લક્ષ રાખિયો હતો. જયારે તેમનું ઉત્પાદન હાલ 16.02 લાખ ટન છે. જયારે કોલ ઇન્ડિયાએ 19.80 લાખ ટન કોલસો પહોચાડવાનો લક્ષ રાખ્યો હતો તેમાં પણ તેમણે 18.82 લાખ ટન કોલસો મોકલી દીધો છે આમ અસરકાર પણ આ કોલસા સંકટથી બહાર નીકળવાની કવાયતમાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *