India

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની જડપ માં શહીદ થયેલા યોગમ્બરસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ની ભીડ ઉમટી પડી અને માતા પિતા…

Spread the love

આપણે જાણીએ છીએ તેમ છેલ્લા ઘણા સમય થી કાશમીર માં ફરી એક વાર આતંક એ પોતાનું માથું ઉપાડ્યું છે જેને કારણે કાશમીર માં અનેક વિસ્તારો માં આતંકી ઘટનાઓ એ જોર પકડ્યું છે. અવાર નવાર અનેક આતંકી ઘટના ઓ સામે આવી રહ્યા છે.

તેવામાં દેશ ના વીરો માતૃભૂમિ ની રક્ષા અને પોતાના દેશના નાગરિકો માટે આ આતંકી સામે બાથ ભીડી રહ્યા છે અને કાશમીર ને આતંકવાદ થી મુક્ત કરવા અનેક અભ્યાનો ભારતીય સેના દ્વારા ચલાવવ માં આવી રહ્યા છે. આવા અભ્યાનો ને કારણે અનેક આતંકવાદી ઓ ને મોતને ઘાટ ઉતારવામા આવ્યા છે. પરંતુ આપણા દેશ ને પણ વીર સપુતો ને ખોવા પડ્યા છે.

આપડે અહીં એક એવા વીર જવાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે કાશમીર માં દેશ ની રક્ષા અર્થે પોતાના પ્રાણની આહુતિ આપી છે. જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા ચમોલી જિલ્લાના સાંકરી ગામના રહેવાસી સૈનિક યોગમ્બર સિંહનુ પાર્થિવ શરીર તેમના નિવાસસ્થાને પહોંચ્યુ.

જ્યારે સવારે ના સમયે, આ શહીદનો મૃતદેહ તેમના ઘરે પહોંચી ત્યારે તેમના ઘરે લોકોની ભીડ એકઠી થઈ ગઈ. આ સાથે જ આખા ગામમા દેશભક્તિના નારાઓ લાગવા લાગ્યા. ચમોલી જિલ્લા વિકાસ બ્લોક પોખરીના સાંકરી ગામનો રહેવાસી રાઇફલમેન યોગમ્બર સિંહ પુત્ર બીરેન્દ્ર સિંહ ભંડારી 17 ગઢવાલ રાઇફલ્સમાં કાર્યરત હતા.

જોકે હાલમાં તેઓની ફરજ જમ્મુ -કાશ્મીરમાં સેનાની 48 આરઆર રેજિમેન્ટમાં હતી. ત્યારે 14 ઓક્ટોબરની રાત્રે, જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ સાથેની જડપ માં યોગબાર સિંહ શહીદ થયા હતા. જેઓનુ પાર્થિવ શરીર શનિવારે સેનાના વાહન દ્વારા રુદ્રપ્રયાગ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમના મૃતદેહને સૈનિક કેમ્પ રૂદ્રપ્રયાગ માં રાખવામાં આવ્યા હતા.

જ્યાંથી તેમના મૃતદેહ ને રવિવારે સવારે તેના ગામ એટલે કે સાંકરીમાં લાવવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ તેમના પૂર્વજો ઘાટ નિગોલ નદીના કિનારે લશ્કરી સન્માન સાથે તેઓની અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવી હતી. તેમની વીર ગતિ બાદ તેમના પરિવારના જાણે આંસુ અટકતા નથી તેવું લાગે છે.

તેમની વીર ગતી ની માહિતી બાદ પરિવાર પર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું લાગે છે. યોગમ્બર સિંહના માતા અને પત્નીની હાલત ખરાબ છે. તેમના પિતા વિરેન્દ્રસિંહ ભંડારી પણ બેભાન જેવી અવસ્થામાં પહોંચી ગયા છે. પોખરીમાં બામનાથ મંદિર પાસે સાંકરી ગામના રહેવાસી અને નિગોલ નદીના કિનારે વસેલા શહીદ યોગમ્બર સિંહ ભંડારી પાંચ વર્ષ પહેલા જ 17 ગઢવાલ રાઇફલ્સમાં જોડાયા હતા. શહીદ યોગમ્બર સિંહ ભંડારીનો એક વર્ષનો પુત્ર અક્ષત છે. જ્યારે તેમને 2 નાના ભાઈઓ અને એક ના ની બહેન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *