India

જાણો જગન્નાથ પુરી મંદિર ના રહસ્ય અંગે કે જેને આજ સુધી કોઈ પણ ઉકેલી શક્યું નથી વૈજ્ઞાનિકો….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં એવા અનેક સ્થળો છે કે જે રહસ્યથી ભરપૂર છે આવા સ્થળો ના રહસ્ય ના ઉકેલ આજના આધુનિક વિજ્ઞાન પાસે પણ નથી. જુના સમય ની કાલા અને કૃતિઓ હાલના સમય માં પણ બેજોડ છે. તેમાં પણ જુના સમય ના સ્થાપત્યો આજે પણ આધુનિક વિજ્ઞાન માટે એક પ્રસન્ન ઉભો કરે છે. વળી દેશમાં અનેક એવા સ્થળો છે કે જ્યાં અનેક વાર સંશોધન કરવા છતાં તેના રહસ્યો અકબંધ છે. આપણે અહીં એક એવાજ રહસ્યમઈ મંદિર વિશે વાત કરવાની છે.

આ મંદિર નું નામ “જગન્નાથ મંદિર” છે આ મંદિર ભારતના પ્રાચીન શહેરો પૈકી એક તેવા જગન્નાથ પુરી અથવા તો પુરી તરીકે ઓળખતા શહેરમાં આવેલ છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ નું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. દર વર્ષે અહીં ઘણીજ ભવ્ય રથયાત્રા નું આયોજન થાય છે. જેમાં સમગ્ર જગત ના માલિક એટલે કે ભગવાન જગન્નાથ જાહેર જનતાને આશીર્વાદ આપવા નીકળે છે. પરંતુ શું તમે જાણો છોકે આ મંદિર ના ઘણા રહસ્યો છે ? આજે આપણે અહીં તેવાજ રસ્યો અંગે વાત કરવાની છે. તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ.

1) ધ્વજા હંમેશા વિરુદ્ધ દિશામાં ફરકે :- આપણે સૌ જાણીએ છીએ કે દરેક મંદિર ના શીર્ષ પર આવેલ ધ્વજ પવન જે દિશાનો હોઈ તે જ દિશામાં ફરકે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિર ની ધ્વજા એ પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે. અહીંની ધ્વજા ને દરરોજ સાંજે લોકો મારફત ઉલટો કરીને બદલવામાં આવે છે.

2) પડછયો નથી પડતો નીચે :- આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હોઈ કે કોઈ પણ ઇમારત નો પડછયો દિવસ ના સમય માં જમીન પર જરૂર પડે જ છે પરંતુ જગન્નાથ મંદિર ના મુખ્ય ગુંબજ નો પડછયો જમીન પર દેખતો નથી એટલકે તે અદ્રસ્ય રહે છે. જેની પાછળનું કારણ આપણા પૂર્વજો ની આ મંદિર અંગે ની બનાવટ છે તમને જણાવી દઈએ કે આ મંદિર 7 મી સદીનું મનાય છે જો વાત તેના કદ અંગે કરીએ તો આ મંદિર 4 લાખ ચોરસ ફૂટ વિસ્તાર માં ફેલાયેલ છે.

3) દરેક ખૂણેથી સીધું દેખાઈ છે ઉપર નું ચક્ર :- જગન્નાથ મંદિર ની ઉપર એક ચક્ર જોવા મળે છે આ સુદર્શન ચક્ર અષ્ટધાતુ નું બનેલ છે જેને નીલ ચક્ર તરીકે પણ ઓળખાઈ છે. પરંતુ આ ચક્ર ની ખાસિયત છેકે આ ચક્ર પુરીના કોઈ પણ સ્થળેથી જોતા પોતાના તરફ જ દેખાય છે. જે એક રહસ્ય છે.

4) પવનની ઉંધી દિશા :- આપણે સૌ જાણીએ છીએ કે ગમ્મે તે પ્રદેશ માં દિવસ દરમ્યાન પવન દરિયા તરફ થી જમીન તરફ જયારે સાંજના સમયે જમીન તરફથી દરિયા તરફ જાય છે. પરંતુ અહીંના દરિયાઈ વિસ્તરમાં કંઈક અલગ જોવા મળે છે. અહીં પવન જમીન થી દરિયા તરફ જાય છે જે એક રહસ્ય છે.

5) ઉપરથી કોઈ ઉડી શકતું નથી :- તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ મંદિર ની ઉપરથી કોઈ પણ વિમાન ઉડી શકતું નથી. જયારે કોઈ પણ પક્ષી પણ તેના ઉપર ના ભાગ માં જોવા મળતું નથી. આપણે સૌ જાણીએ છીએ કે પક્ષી મંદિરના ઉપર આવેલા ઉંચા ગુંમબજો પર બેસવાનું પસંદ કરે છે પણ અહીં તેવું જોવા મળતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *