અંબાણી પરિવાર માં શામેલ થઇ ‘બેન્ટલી બેંટાયગા’ લક્સરીયસ કાર..આ કાર ની કિંમત છે…જાણો વિગતે.
મુકેશ અંબાણી આજે વિશ્વ ની તમામ ખુશીઓ ની ખરીદી કરી શકે છે. ભારત માં પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી પાસે દુનિયા ની મોંઘામાં મોંઘી વસ્તુઓ શામેલ છે. એવામાં મુકેશ અંબાણી એ હાલમાં જે કાર ની ખરીદી કરી છે તેના લીધે તે એક માત્ર ભારતીય વ્યક્તિ બની ગયા છે કે, જેની પાસે આ કાર હોય. આ કાર ની કિંમત પણ કરોડો રૂપિયા ની છે.
મુકેશ અંબાણી એ હાલ માં જે કાર ની ખરીદી કરી છે તેની કિંમત છે 4.10-કરોડ રૂપિયા. આ કાર બ્રિટિશ કંપની ની છે. ‘બેન્ટલી બેંટાયગા’ નામની આ કાર ખરીદનાર એક માત્ર ભારતીય મુકેશ અંબાણી છે. આ કાર ની વધુ બાબતે જાણી એ તો, બેન્ટલી બેંટાયગા ની ટોપ મોડેલ ની કિંમત 4.10-કરોડ રૂપિયા છે. અંબાણી પરિવાર પાસે પહેલાથી જ બેન્ટલી બેંટાયગા રેસિંગ કાર છે.
જેમાં એક ગ્રીન અને એક બ્રાઉન કાર સામેલ છે. આ કાર માં W12 એન્જીન અને બીજી કાર માં V8 એન્જીન ફિટ કરેલું આવે છે. આ કાર ની માઈલેજ 7.6 પ્રતિ લીટર છે. બેન્ટલી બેંટાયગા આ કાર નો ઉપયોગ મુકેશ અંબાણી નો પુત્ર અનંત અંબાણી જ વધુ કરતો જોવા મળે છે. આ ઉપરાંત, અંબાણી પરિવાર માં શામેલ અન્ય કારો ની યાદી જોઈ એ તો, મરસડીઝ થી લઈને રોલ્સ રોયસ પણ શામેલ છે.
અંબાણી પરિવાર આજે દુનિયા માંની હરેક વસ્તુ ખરીદી શકે છે. મુકેશ અંબાણી ને આ લેવલ પર પહોંચવા ઘણી બધી મુશ્કિલો નો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતા ધીરુભાઈ અંબાણી ના મૃત્યુ પછી બધી જવાબદારી પોતે સાંભળી રહ્યા છે. હવે મુકેશ અંબાણી ધીરે ધીરે જવાબદારીઓ નવી પેઢી ને સોંપવા ની તૈયારીઓ માં છે. તે કહે છે કે, હવે તે જવાબદારીઓ નવી પેઢી ને સોંપી તેને ગાઈડ કરવા માંગે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!